બજાર » સમાચાર » બજાર

નાણા પ્રધાનની પ્રેસ કોન્ફરન્સ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2020 પર 16:55  |  સ્ત્રોત : CNBC-Bajar

2017 બાદ RBI ની યસ બેન્ક પર નજર છે. સરકાર અને RBI સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. યસ બેન્કમાં ગવર્ન્નસના મુદ્દે ચિંતાનો વિષય છે. યસ બેન્કે ઘણા જોખમવાળા નિર્ણયો લીધા છે. મે, 2019 બાદ યસ બેન્ક અંગે RBI ના સંપર્કમાં છું. યસ બેન્કમાં સપ્ટેમ્બર, 2019 થી SEBI તપાસ કરી રહી છે.


જાન્યુઆરી, 2020 માં ઓડિટરે રાજીનામું આપ્યું છે. યસ બેન્કમાં ગેરરીતિની RBI તપાસ કરી રહી છે. RBI ને ગેરરીતિની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. SBI એ યસ બેન્કમાં રોકાણની ઈચ્છા દર્શાવી છે. 3 એપ્રિલ સુધી યસ બેન્કનો રિકાસ્ટ પ્લાન લાગૂ થશે. Deposit અને liability ની સંપૂર્ણ ચુકવણી કરાશે. ગત 6 મહિનાથી બેન્કિંગ સિસ્ટમનું મોનિટરિંગ થઈ રહ્યું છે.


રોકાણકારો, ખાતાધારકોના હિતોનું રક્ષણ કરીશું. 2014 થી યસ બેન્કનું અમુક કોર્પોરેટ્સમાં એક્સપોઝર છે. આર્થિક રીતે નબળા કોર્પોરેટ્સમાં યસ બેન્કનું એક્સપોઝર છે. બધી ડિપોઝિટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બેન્ક કર્મચારીઓનો પગાર 1 વર્ષ માટે સુરક્ષિત છે.


RBI એ યસ બેન્કની રિકન્સટ્રક્શન સ્કીમની જાહેરાત કરી છે. નવો ઈન્વેસ્ટર બેન્કમાં 49 ટકા હિસ્સો ખરીદી શકે છે. SBI રિકન્સટ્રક્શનમાં 49 ટકા હિસ્સો ખરીદી શકે છે. યસ બેન્કનું નવું ઑથોરાઇઝ્ડ કેપિટલ રૂપિયા 5,000 કરોડ રહેશે. ઈક્વિટી શૅર્સ ફેરફાર કરીને 2,400 કરોડ, જેની ફેસ વેલ્યૂ રૂપિયા 2 પ્રતિ શૅર રહેશે.


SBI 49 ટકા સુધીના હિસ્સા માટે રોકાણ કરશે. નવા બેન્ક માળખામાં 49 ટકા સુધી હિસ્સા માટે રોકાણ થશે. SBI નું રોકાણ રૂપિયા 10 પ્રતિ શૅરથી ઓછું નહીં રહે. SBI 26 ટકાથી ઓછો હિસ્સો નહીં કરે. મૂડીકરણના 3 વર્ષ પહેલા 26 ટકાથી ઓછો હિસ્સો નહીં. યસ બેન્કનું નવું બોર્ડ બનાવાશે. નવા બોર્ડમાં SBI ના 2 નોમિની ડાયરેક્ટર્સ રહેશે.


નવા બોર્ડમાં એડિશનલ ડાયરેક્ટર્સ એપોઈન્ટ કરાશે. એડિશનલ ડાયરેક્ટર્સની RBI નિમણૂક કરશે. નવા યસ બેન્કના બોર્ડમાં 6 સભ્યો રહેશે. નવા બોર્ડમાં 1 નૉન એક્ઝિક્યુટિવ ચેરમેન રહેશે. નવા બોર્ડમાં 2 નૉન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ રહેશે. નવી બેન્કના સ્ટાફને પહેલા જેટલો જ પગાર મળશે.