બજાર » સમાચાર » બજાર

નાણાં મંત્રીની આરબીઆઈ, સેબી સાથે બેઠક પૂર્ણ

ના રોજ પ્રકાશિત Sat, 10, 2018 પર 16:32  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાં મંત્રી અરૂણ જેટલીની આજે બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈ અને શૅર માર્કેટ રેગ્યુલેટર સેબીના બોર્ડની સાથે બેઠક કરી. આરબીઆઈ સાથેની બેઠકમાં નાણાં મંત્રીએ બેન્કોની હાલત સુધરવાની આશા વ્યક્ત કરી સાથે એમએસપી વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી. નાણાં મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે આવનાર વર્ષે નાણાંકીય ખાધ નિયંત્રણમાં રહેશે. જ્યારે નાણાં મંત્રીએ ફાઇનાન્શિયલ સેક્ટર રિફૉર્મ માટે બજેટમાં થયેલી જાહેરાતો પર સેબીની બોર્ડ સાથે ચર્ચા કરી.


અરૂણ જેટલીનું કહેવુ છે કે એમપીસીએસ નિર્ણય એક સંતુલિત નિર્ણય છે. ઓઈલની કિંમત પર કોઈ નિશ્વિતા નથી. બેન્કમાં સુધારા આવવાની આશા છે. નાણકીય વર્ષ 2018માં ફિસ્કલ નવી એનપીએ નહી વધવાની આશા છે. બેન્કોના લોન વિતરણમાં ગ્રોથ વધ્યો છે. આરબીઆઈ દ્વારા એમએસપી વધારવા માટેની દરખાસ્તો અંગેની ચર્ચા કરી છે. આગામી વર્ષમાં રાજકોષીય ખાધ નિયંત્રણમાં રહેવાની આશા છે.


બજારમાં છેલ્લા અમુક સમયમાં કરેક્શન આવ્યું છે પરંતુ તે પહેલા જોરદાર રેલી આવી હતી. આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું કે શૅર્સની તેજી પર આરબીઆઈ અને સેબીની નજર છે


ઉર્જિત પટેલનું કહેવુ છે કે વિદેશીઓ સાથે સ્થાનિક બજારોના સંબંધો સારા છે. કૉર્પોરેટ બોન્ડ પર વિશ્વાસ વધી રહ્યો છે. શેર્સમાં ઝડપી વૃદ્ધિ પર આરબીઆઈ અને સેબી ની નજર છે. કૉર્પોરેટ બોન્ડ પર વિશ્વાસ વધી રહ્યો છે.


મોટી કંપનીઓને 25 ટકા સુધી બૉન્ડથી ભેગા કરવા માટેના બજેટમાં મૂકાયેલા પ્રસ્તાવ બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી બૉન્ડ માર્કેટ માટે નવું રેગ્યુલેશન લાવશે. નાણાં મંત્રી સાથે મુલાકાત બાદ સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે કૉર્પોરેટ બૉન્ડ માર્કેટને વધુ સારૂ બનાવવા માટે આ વર્ષે સપ્ટેમ્બરમાં નવા નિયમ રજૂ કરી દેવામાં આવશે.


બજેટમાં પ્રસ્તાવિત એક લાખ રૂપિયાથી વધુની કમાણી પર 10% લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સની અસર બજારના વોલ્યૂમ પર પડી શકે છે. જો કે આ અસર આટલી વધુ નહીં હોય અને સમય સાથે સ્થિતિ સામાન્ય થઈ જશે. એવો વિશ્વાસ સેબીના ચેરમેન અજય ત્યાગીએ આજે વ્યક્ત કર્યો હતો.