બજાર » સમાચાર » બજાર

લોકસભામાં બજેટ પર નાણા પ્રધાનનું ભાષણ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

દુનિયામાં ભારતની ઈકોનોમી ઝડપથી વધી રહી છે. 14 વર્ષ બાદ મૂડીઝે ભારતની રેટિંગ વધારી છે. યૂપીએ સરકારે ઘણી સમસ્યાઓ વારસામાં આપી છે. કોંગ્રેસના સમયે દેશમાં કોઈ સુધારા નથી થયા છે. દરેક ભારતીયને આધારથી વ્યક્તિગત ઓળખ મળી છે. યૂપીએ સરકારે આધાર પર કામ નથી કર્યું છે. અમે દેશનું દેવુ ઓછુ કરવા પર ધ્યાન આપ્યું છે.


આધારની પ્રાઈવસી પર સરકારનું ધ્યાન છે. જીએસટી ની સમસ્યાઓ પર સરકારે કામ કર્યુ છે. અન્ય દેશો સાથે જીએસટીની તુલના યોગ્ય નથી. નોટબંધીનો નિર્ણય એક મુશ્કેલ નિર્ણય હતો. પગારદાર વર્ગને બજેટમાં રાહત આપવામાં આવી છે. એલટીસીજી ટેક્સથી માર્કેટ નિરાશ નથી થયું છે. રફાલ ડીલ પર ખોટા સવાલ ઉભા કર્યા છે.