બજાર » સમાચાર » બજાર

આતંકીઓને ઘૂસાડવા ફાયરિંગ: 4 જવાન શહીદ

ના રોજ પ્રકાશિત Tue, 07, 2018 પર 18:49  |  સ્ત્રોત : CNBC-Bajar

પાકિસ્તાન તરફથી ગુરેજ સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં ચાર જવાનો શહિદ થયા છે. આ અથડામણમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરાયા હતા. આતંકવાદીઓની ઘુસણખોરી માટે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તરફથી થયેલી ફાયરિંગ હજુ પણ ચાલુ છે. ભારતીય જવાનો દ્વારા પણ પાકિસ્તાનની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.