બજાર » સમાચાર » બજાર

ફર્સટ લેડી મેલાનયા હેપિનેસ ક્લાસની મુલાકાત લેશે

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 13:42  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે ત્યારે તેમના પત્ની મેલાનયા ટ્રમ્પ દિલ્હીના સરકારી શાળાની મુલાકાત લઈ શકે છે. તેઓ 25મી તારીખે દિલ્હીમાં દિલ્હી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલની મુલાકાત લઈ શકે છે અને તેઓ હેપિનેસ ક્લાસની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ એક કલાક સુધી શાળામાં રહેશે અને તેમની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ હાજર રહશે. અહી મેલાનિયા બાળકો સાથે પણ વાત કરશે.