બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં પાંચ દિવસ ભારે, હવામાન વિભાગનું એલર્ટ

ના રોજ પ્રકાશિત Sat, 27, 2019 પર 12:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની આગાહીની સાથે એલર્ટ પણ જાહેર કર્યું છે. તો સાથે રાજકોટ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છમાં પણ 29, 30 જુલાઇએ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. પાછલા બે દિવસથી સમગ્ર રાજ્યમાં મેધમહેર થઇ રહી છે. તો સાર્વત્રિક રીતે વરસાદ થવાને કારણે ખેડુતોમાં પણ ખુશીની લેહર જોવા મળી છે. તો સાવચેતીના પગલા રૂપે પાંચ જિલ્લામાં NDRFની ટીમને મોકલી દેવામાં આવી છે. અને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.


દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મેઘમહેરની માજા મુકી છે. પાછલા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદ પવન સાથે વરસવાને કારણે વાતાવરણ પણ ખુશનુમાં થઇ ગયું છે. ઉમરગામ, પારડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થઇ રહ્યો છે.


રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. કેટલીક નદીઓ બેકાંઠે વહેતી થઇ છે. તો ડાંગના ગીરાધોધનો નજારો નયનરમ્ય બન્યો.


મોડે-મોડે પણ મેઘરાજાએ પધરામણી કરી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ. દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં નવા નીર આવ્યા છે. તાપીની પૂર્ણા, ગીરા, મીઠોળા, ઝાંખરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા. નદીઓમાં ધસમસતા પાણી વહી રહ્યા છે.


આ તરફ ડાંગમાં પણ મુશળધાર વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે અંબિકા નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો. ડાંગ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા. ધોડવહળ, સુપદહાડ, કુમારબંધ ગામ.


ચોમાસામાં ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે. અંબિકા નદી બે કાંઠે થતાં ગીરા ધોધમાં ધસમસતુ પાણી આવ્યું. ભારે વરસાદને કારણે ધોધનો નજારો નયનરમ્ય બન્યો.


હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દે ધના ધન વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઉત્તર ગુજરાત પણ વરસાદી ઝાપટાથી ભીંજાયું.


મોડે મોડે પણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈ ગયા. નવસારી, વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળા છલકાયા. કપરાડા અને ધરમપુર તાલુકામાં નોધપાત્ર વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળા કાંઠે વહી રહ્યાં છે. જિલ્લા ની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી. જેને કારણે દમણગંગા નદી પણ તોફાની સ્વરૂપે વહી રહી છે.


નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રાજપીપળા શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા. નર્મદા જિલ્લાના સાગબારા ડેડીયાપાડા તિલકવાડા ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલી જુવાર બાજરી મકાઈ કપાસ જેવા અનેક પાક ને પણ જીવનદાન મળ્યું.


આ તરફ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઇ. સૌરાષ્ટ્રમાં પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. આ તરફ ભાવનગર શહેરમાં ભારે વરસાદ ખાબક્યો. જેના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા.