બજાર » સમાચાર » બજાર

ટૂંક સમયમાં શરૂ થશે ફૂટબોલનો મહાસંગ્રામ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 18:56  |  સ્ત્રોત : CNBC-Bajar

ફૂટબોલનો મહાસંગ્રામ એટલે કે ફીફા વર્લ્ડ કપ આજથી શરૂ થવા જઈ રહ્યો છે. 21મો ફીફા વર્લ્ડ કપ 15 જુલાઈ 2018 સુધી રશિયામાં રમાશે. ટૂર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી છે અને કુલ 64 મેચ રમવામાં આવશે. તમામ ટીમોને 8 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચી દેવામાં આવી છે.


તમામ ગ્રૂપમાંથી બે ટોપ ટીમ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે અને બાકીની બે ટીમ બહાર થઈ જશે. ઉદ્ઘાટન મેચ યજમાન રશિયા અને સાઉદી અરબ વચ્ચે ભારતીય સમય અનુસાર રાતે સાડા આઠ વાગ્યે મોસ્કોના લુઝ્નિકી સ્ટેડિયમમાં રમાશે. ઉદ્ઘાટન સમારોહ, મેચ શરૂ થયાના અડધા કલાક પહેલા શરૂ થશે.


ફીફા ફીવર ભારતમાં પણ શરૂ થઇ ચૂક્યું છે. લોકો પોતાની રીતે વર્લ્ડ કપથી જોડી રહ્યા છે. પશ્ચિમ બંગાળના નૉર્થ 24 પરગના જિલ્લામાં એક ચાવાળાએ તેની પસંદીદા ટીમ અર્જેન્ટીનાના સમર્થનમાં તેના આખા ઘરને અર્જેન્ટીનાના ફ્લેગના રંગમાં રંગ્યું છે. ત્યારે ઓડિસાના એક કલાકારે એક પેન્સિલ પર ફીફા વર્લ્ડ કપ ટ્રૉફીને દોરી છે. આવું કરીને તેઓએ બધી ટીમોને પોતાની શુભકામનાઓ આપી છે.