બજાર » સમાચાર » બજાર

કાલથી શરૂ થશે ફૂટબોલનો મહાકુંભ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 18:49  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે ફૂટબોલ વર્લ્ડ કપ. 32 દેશની ટીમો રશિયામાં એકબીજા સામે ટકરાશે અને વિશ્વની સૌથી વધુ જોવાતી રમતનો તાજ મેળવવા માટે જામશે ખરાખરીનો જંગ.


રશિયાના મોસ્કોમાં ફૂટબોલ વર્લ્ડકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતનું વર્લ્ડ કપ ઘણી રીતે અનોખું થવાનું છે. કારણ કે ફૂટૂબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વાર રશિયા યજમાન બન્યું છે. આ માટે રશિયાના 11 શહેરોમાં 12 જેટલા સ્ટેડિયમો તૈયાર કરવામાં આવ્યા છે. યજમાન દેશ રશિયા અને સાઉદી અરબ વચ્ચેની પ્રથમ મેચ મોસ્કોના લુઝિન્કી સ્ટેડિમમાં રમાશે જેમાં 81 હજાર જેટલો દર્શકો સમાવી શકાય છે. અહીં જ ઓપનિંગ સેરેમની યોજાશે અને ફાઈનલ મેચ પણ અહીં જ યોજાશે.


32 દેશોમાં સૌથી વધુ ફેવરીટ દર વખતની જેમ બ્રાઝીલ છે. બ્રાઝિલ પાસે અત્યાર સુધીમાં સૌથી વધુ વખત વર્લ્ડકપ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. બ્રાઝિલએ અત્યાર સુધીમાં 5 વખત વર્લ્ડકપ જીત્યું છે. બ્રાઝીલના જાણિતા ખેલાડી નેમાર જુનિયર ગયા વર્લ્ડકપની જેમ આ વર્લ્ડકપમાં પણ ધૂમ મચાવી શકાવે છે. તો બીજી તરફ ગયા વર્લ્ડકપની વિશ્વ વિજેતા જર્મનીને પણ ફેવરેટ માનવામાં આવે છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈપણ દેશ સતત બે વાર વર્લ્ડકપ જીતી શક્યો નથી.


આ વખતના વર્લ્ડકપમાં ઘણાં પ્લેયર ચર્ચામાં છે. ઈજિપ્તના મહોમ્મદ સલાહ આ વખતે શું વર્લ્ડકપમાં શું કરી છે તેના પર તમામ ફૂટબોલ ફેન્સની નજર છે. લિઓનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હર વખતની જેમ આ વખતે જાદુ કરી બતાવે એવી આશા તો દરેકને હોય છે. આ ઉપરાંત માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબના તેમ જ બેલ્જિયમની નેશનલ ટીમના રોમુલ લુકાકુ પણ પગના જોરે કમાલ કરી બતાવશે કે નહીં તેના પર પણ ફેન્સની નજર છે.