બજાર » સમાચાર » બજાર

હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓ ઠાર

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

હૈદરાબાદ ગેંગરેપ મામલે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે-44 નજીક ગુરુવારે મોડે રાત્રે થયું. પોલીસ, આ આરોપીને NH-44 પર ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ ગઈ હતી.


પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 27-28 નવેમ્બરના મોડી રાત્રે આ ચારેય આરોપીઓએ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરી હતી અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી.


આ મામલે દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પરંતુ હવે આ આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.