બજાર » સમાચાર » બજાર

કેરળમાં આજથી મળી રહ્યું છે ફ્રી રાશન, જાણો કોને કેટલું અનાજ આપી રહી છે સરકાર

ના રોજ પ્રકાશિત Wed, 01, 2020 પર 12:59  |  સ્ત્રોત : CNBC-Bajar

કેરળમાં 1 એપ્રિલ 2020 થી ફ્રી રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેરળના ફૂડ એન્ડ સિવિલ સ્પલાઇઝ મિનિસ્ટર પી તિલોત્તમને એ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી રેશન વિતરણનું કામ શરૂ થઇ જાશે. રાજ્યના 14,250 રિટેલ આઉટલેટ્સ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે. અપેક્ષા છે કે રેશન વિતરણનું કામ 20 એપ્રિલ સુધીમાં સમાપ્ત થઈ જશે.


કેવી રીતે થશે રેશનનું વિતરણ


કેરળમાં જે લોકો પાસે પીળા અને ગુલાબી રેશન કાર્ડ છે તે પ્રાયોરિટી કાર્ડ હોલ્ડર્સ છે. આજે બપોર સુધી ફ્રી ચોખા લઇ શકે છે. આ સાથે તેઓને રેશનનો બીજો સામાન પણ ફ્રી મળશે.


જેમની પાસે વાદળી અને સફેદ રેશન કાર્ડ છે તે નૉન-પ્રાયોરિટી સેગમેન્ટમાં આવે છે. આ લોકોને અત્યાર સુધી જટલા ચોખા મળ્યા હતા એના કરતા 15 કિલો વધારે ચોખા મળશે.


કેરળના સીએમ પિનરાય વિજ્યને કોરોના વાયરસ સંક્રામણ અને લોકડાઉનના સામે રાજ્યના લોકો માટે 20,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. લોકોને ફ્રી માં રેશન આપવું આ પેકેજનો ભાગ છે.


જે લોકો પાસે રેશન કાર્ડ નથી તેઓએ રેશનની દુકાનોમાં સોગંદનામું જમા કરવાનું પહશે અને ત્યાર બાદ જ તેઓને રેશન મળશે. આ સોગંદનામા માં પરિવારના સૌથી મોટા સભ્યનું નામ હોવું જોઈએ. સાથે જ તેનો આધાર નંબર અને ટેલિફોન નંબર પણ હોવો જોઈએ.


તિલોત્તમને કહ્યું કે Social Distancingને ધ્યાનમાં રાખીને રેશનની દુકાનમાં એક સાથે ફક્ત 5 લોકોને હાજર રહેવાની મંજૂરી મળી છે. તેમણે કહ્યું કે, રાજ્યની કોશિસ છે કે આગામી ત્રણ મહિના સુધી લોકોને ફ્રી રાશન આપવામાં આવશે. એના પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ વધારાના 5 કિલો ચોખા અથવા ઘઉં આપવાની જાહેરાત કરી છે.