બજાર » સમાચાર » બજાર

જૂનાગઢ જિલ્લાના તમામ ડેમોમાં નવા પાણીની આવક થઇ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2019 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જિલ્લાના તમામ ડેમોમાં નવા પાણીની આવક થઇ છે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. જેના કારણે આખુ વર્ષ સિંચાઇનો તેમજ પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. જૂનાગઢનો મોટામાં મોટો ઓઝત ડેમ ઓવરફ્લો થતા આઠ તાલુકાન ગામડાઓમાં સિંચાઇ તેમજ 300થી વધુ ગામોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. તો ખેડૂતો માટે આશીર્વાદ એવા ઓઝત નદીમાં આવ્યા નવા નીર. તેમજ આંણદપુર ઓવર ફલો થઇ જતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. પાણી આવતા ચોમાસું અને શિયાળુ બન્ને પાક લઇ શકાય એટલો પાણીનો પુરતો જથ્થો છે.