બજાર » સમાચાર » બજાર

મોદી-ટ્રમ્પને આવકારવા દિગ્ગજો રહેશે હાજર

ના રોજ પ્રકાશિત Sat, 22, 2020 પર 10:48  |  સ્ત્રોત : CNBC-Bajar

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં હશે દિગ્ગજોની હાજરી. મોદી-ટ્રમ્પની હાજરીમાં આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે. જેમાં સચિન તેંડુલકર સહિતના દિગ્ગજ ક્રિકેટર્સ ઉપરાંત અમિતાભ બચ્ચન જેવા બોલીવુડના મહાનાયકની હાજરી પણ મહત્વની બનશે.


વિશ્વના ઇતિહાસમાં લખાઇ જશે, 24મી ફેબ્રુઆરી 2020નો દિવસ, જ્યારે મળશે મોદી અને ટ્રમ્પ, રચાશે અને એવા વિક્રમ, 22 કિલોમટીર રોડ શો, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં બે મહાનાયકની મુલાકાત, એક સાથે સવા લાખ લોકોને ટ્રમ્પ સંબોધન કરશે, રોડ શોમાં બે લાખ લોકો જોડાશે. વાત આટલેથી અટકતી નથી, ટ્રમ્પ મોદીના મેગા શોમાં બોલિવુડ સ્ટાર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેશે અમિતાભ બચ્ચન - સોનમ કપુર, એટલે કે બોલિવુડના દિગ્ગજ સિતારાઓ ખાસ હાજર રહેશે,


ભારત અને અમેરિકાના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના હશે કે કોઇ અમેરિકી રાષ્ટ્રપતિ દેશની રાજધાની દિલ્હીને બદલે અમદાવાદ આવવાના હોય, કારણ છે મોદી, નરેન્દ્ર મોદી, તેઓ જે રાજ્ય માંથી આવવાના છે. જે શહેર રાજ્યની આર્થિક રાજધાની ગણાય છે તે શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવવા પાછળનું કારણ પણ માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે. ટ્રમ્પ વારંવાર કહેતા આવ્યા છે કે મોદી તેમના મિત્ર છે. તેમને મોદી પ્રત્યે માન છે, આદર છે. એટલે મોદીના કહેણથી ટ્રમ્પ અમદાવાદ આવવા તૈયાર થયા,


માહિતી એવી છે કે અગાઉ સિક્રેટ એજન્સીએ સુરક્ષાના કારણોસર અમદાવાદ જવા પર ના કહી હતી. પરંતુ ટ્રમ્પે કહ્યું કે તેઓ વોશિંગ્ટન થી સીધાજ અમદાવાદ જશે. ત્યારબાદ દિલ્હી. દેશભરમાં હાલમાં ચર્ચા એક જ છે, મોદી - ટ્રમ્પની મુલાકાતની. જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિના હસ્તે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન થશે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં અનેક નામી બોલિવુડ સ્ટાર્સને આમંત્રિત કરાયા છે. હાલમાં તો આ બન્ને સ્ટાર્સનું નામ સામે આવ્યું છે પરંતુ બીજા અનેક દિગ્ગજ સ્ટાર્સનું નામ સામે આવે છે.


તો આ તરફ ક્રિકેટર્સમાં સચીન તેંડુલકર સહિત સુનિલ ગવાસ્કાર, કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ, કિરણ મોરે, મહેન્દ્રસિંહ ધોની, સૌરવ ગાંગુલી સહિતના અનેક મહાન ખેલાડીઓ મોટેરાની શાન વધારશે. એ તમામ ખેલાડીઓ અહીં જોવા મળશે જેમનો નાતો મોટેરે સ્ટેડિયમ સાથે રહ્યો છે. આ સ્ટેડિયમમાં તેમણે પોતાના નામે વિક્રમો નોંધાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને નમસ્તે ટ્રમ્પ નામ તો અપાયું જ છે, પણ સાથો સાથ નવી ટેગ લાઇન પણ ઉમેરાઇ છે.


બે મહાન લોકશાહી, દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં, તો દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા એક સાથે, તો આ ટેગ લાઇન પણ ચારે તરફ જોવા મળે છે. તે છે. દુનિયાની સૌથી જૂની લોકશાહી મળશે દુનિયાની સૌથી મોટી લોકશાહીને. આ સાથેજ બે થીમ પર રોડ શો આયોજીત કરાયો છે.


એક છે, ઇંન્ડિયા શો અને વિવિધતામાં એકતા. એટલે કે ટ્રમ્પના 22 કિલોમીટરના લાંબા રોડ શો ને બે ભાગમાં વહેંચી દેવાયો છે. કાઉન્ટ શરૂ થઇ ચૂક્યું છે, તેવામાં 20મી તારીખ સુધીમાં મોટેરેમાં કામ કરતા કર્મચારીઓને અલ્ટીમેટમ આપી દેવાયું છે કે તમામ કામને આખરી ઓપ આપી દેવાના હવે કલાકો ગણાઇ રહ્યાં છે.