બજાર » સમાચાર » બજાર

GoAirએ તેના વરિષ્ઠ પાઇલટ્સના પગારમાં કર્યો ફેરફાર, કેટલાકના પગારમાં થઇ શકે છે 65% સુધી ઘટાડો

ના રોજ પ્રકાશિત Sat, 30, 2020 પર 14:31  |  સ્ત્રોત : Moneycontrol.com

ફરીથી વિમાન સેવાઓ શરૂ કરવા માટે પહેલો આર્થિક એરલાઇન્સ ગોએઇરે તેના વરિષ્ઠ પાઇલટનો પગાર સ્ટ્રક્ચરમાં ફેરબદલ કર્યો છે. આમાંના ઘણા પાઇલટ્સના પગારમાં 50 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે.


ફ્લાઇટના સમયના આધાર પર આ ઘણા પાઇલટ્સના પગારમાં 65 ટકાનો ઘટાડો થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઇક સિનિયર કેપ્ટનને ગ્રોસ માસિક પગાર 7 લાખ રૂપિયાથી ઘટીને 2.5 લાખ રૂપિયા થઈ શકે છે. એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં કરેલો સૌથી મોટો પગાર કાપ છે.


પગારમાં ઘટાડો થતાં, GoAirએ અન્ય કેટલીક વસ્તુઓ પણ કાપ મૂક્યો છે. જેમાં એક મહિનામાં 70 કલાકથી વદારે ઉડાન કરવા પર મળવા વાળા ચલ ભથ્થું, ડેડહેડ ભથ્થું અને લેઓવર દરમિયાન મળવા વાળા ઇન્સેન્ટિવનો સમાવેશ થાય છે.


બતાવી દઇએ કે શરૂઆતી મે માં પ્રમોટર્સ નુસલી અને જેહ વાડિયાએ તેમના કર્મચારીઓને લેખિત પત્રમાં લખ્યું હતું કે ગોએયરના તેમના 40 ટકા કર્મચારીઓનો પગાર ચૂકવામાં આવશે. શેષ કર્મચારીઓને પગાર ગ્રેડેડ અને ડેફર ધોરણે કરવામાં આવશે.


મનીકન્ટ્રોલ એ આ વિશેની માહિતી મેળવવા માટે ગોઅઅરનો સંપર્ક કર્યો છે પરંતુ હજી સુધી કોઈ જવાબ નથી મળ્યો.