બજાર » સમાચાર » બજાર

વડોદરામાં સોના બજારમાં મંદીનો માહોલ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 17:12  |  સ્ત્રોત : CNBC-Bajar

દિવાળીનાં તેહવારોને હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ વડોદરામાં સોના બજાર માં મંદી નો માહૌલ જોવા મળી રહ્યો છે, હાલ સોના નો ભાવ પણ ટોચ પર છે, ત્યારે સોનું ખરીદવા ગ્રાહકો ની ઓટ વર્તાઇ રહી છે.

દિવાળી ને તેહવારો મા જેવલર્સ ને અપેક્ષા હોય છે કે સોનાની ખરીદી નિકળશે, પરંતુ નવરાત્રી અને દશેરા પણ સોનાની ખરીદી નિકળી નથી મંદી નો માહૌલ છે, ત્યારે સોના નાં કારીગરો પણ બેકાર બન્યા છે તેમ જેવલર્સ નું કેહવું છે, વડોદરાનાં સોના નાં શો રૂમ નાં સંચાલકો ચિંતીત છે, છેલ્લા 6 મહિના માં 30 થી 40 ટકા સોનાનાં ગ્રાહકો મળ્યા છે જે મંદી દર્શાવે છે, કારણો અનેક છે, આંતરાષ્ટ્રીય , અને રાષ્ટ્રીય રાજકિય સહિત વ્યવસાહિક ઘટનાઓ પણ સોના બજારમાં મંદી નું કારણ છે.

સોના ના શો રૂમ માં ભીડ દેખાતી નથી, જુજ ગ્રાહતો સોનુ ખરીદવા આવે છે, અને જે ગ્રાહકો સોનું ખરીદે છે તેઓ પોતાનું જુનુ સોનું હાલ ઉંચા ભાવે વેચી નવું બનાવી રહ્યા છે, જયારે બીજા ગ્રાહકો માં સામાજીક પ્રસંગો ને સાચવવા માંટે ના છુટકે સોનું ખરીદવું પડે છે.

આમ વડોદરામાં સોની બજારમાં મંદી નો માહોલ છે, દિવાળી નાં તેહવારો નજીક છે તેમ છતા પણ સોનામાં ગ્રાહકી નહી નિકળતા સોનાનાં શો રૂમ સંચાલકો સહિત સોનાનાં કારીગરો પણ ચિંતા માં છે, અને જો આજ સ્થિતિ રહી તો સોનાં નાં વેપારીઓ સહિત કારીગરો માંટે કપરા દિવસો ના ંએંઘાણ વર્તાઇ રહ્યા છે.