બજાર » સમાચાર » બજાર

Coronavirus Lockdown: સરકારે હેલ્થ ઈન્શ્યોરન્સ અને ઑટો ઈન્શ્યોરન્સ રિન્યુઅલ માટે આપ્યો સમય

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 12:25  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોનાવાયરસને કારણે ચાલી રહેલા લૉકડાઉનને જોતા ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ ઈન્શ્યોરન્સના મામલામાં આમ આદમીને થોડો સમય આપ્યો છે. ફાઈનાન્સ મિનિસ્ટરે ગુરૂવારના હેલ્થ ઈન્શ્યોરન્સ અને થર્ડ પાર્ટી ઑટો મોબાઇલ ઈન્શ્યોરન્સ પ્રીમિયમને ભરવાની સમયસીમા વધારી દીધી છે.

જો કોઈ પૉલિસીધારકના હેલ્થ ઈન્શ્યોરન્સનો પ્રીમિયમ 25 માર્ચથી લઈને 14 એપ્રિલની વચ્ચે ડ્યૂ હતુ તો તે હવે 21 એપ્રિલ સુધી પોતાનું પ્રિમિયમ ભરી શકે છે. સરકારે આ પગલા તે પૉલિસીધારકોને રાહત આપવા માટે લીધી છે જે લૉકડાઉનના કારણે પોતાના પ્રીમિયમની ચુકવણી નથી કરી શકતા.

તો થર્ડ પાર્ટી ઑટોમોબાઇલ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ ચુકવવામાં પણ સમયસીમા વધારી છે. વીમા રેગુલેટર ઈરડાએ જણાવ્યુ છે કે નવા સર્કુલરના મુજબ, જો કોઈનું પ્રીમિયમ 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે ડ્યુ છે તો તે તેની ભરપાઈ 21 અપ્રિલ સુધી કરી શકશે.

ઇરડાએ ગુરૂવારના કહ્યુ કે આ સમય દરમ્યાન ઑટો ઈન્શ્યોરન્સના રિન્યુઅલ તે તારીખથી માનવામાં આવશે, જ્યારે તે થવાનુ હતુ.