બજાર » સમાચાર » બજાર

ગ્રોથ અનુમાન હજૂ પણ નીચે આવી શકે: પી ચિદમ્બરમ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

IMF દ્વારા ગ્રોથ અનુમાનને ઘટાડ્યા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું છે કે જો આ ગ્રોથ અનુમાન હજૂ પણ નીચે આવી જાય તો મને આશ્ચર્ય નહીં થાય. તેમણે લખ્યું કે IMFની મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ નોટબંધીની સૌથી પહેલી નિંદા કરનારામાંથી એક હતી. ચિદમ્બરમે કહ્યું કે તેમને લાગે છે કે આપણે IMF અને ડૉ. ગીતા ગોપીનાથ પર સરકારના મંત્રીઓના હુમલા માટે પોતાને તૈયાર કરી લેવા જોઇએ.