બજાર » સમાચાર » બજાર

ગ્રોથે પકડી ઝડપ, જૂનમાં આઈઆઈપી વધીને 7%

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 17:37  |  સ્ત્રોત : CNBC-Bajar

જૂનમાં ગ્રોથની ઝડપ વધતી જોવા મળી રહી છે. જૂનમાં આઈઆઈપી ગ્રોથ છેલ્લા4 મહિનામાં સૌથી વધુ સ્તર પર રહી છે. જૂનમાં આઈઆઈપી ગ્રોથ 7 ટકા રહી છે, જ્યારે મે માં 3.2 ટકા રહી હતી.


મહીના દર મહીના આધાર પર જૂનમાં માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 5.7 ટકાથી વધીને 6.6 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જૂનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 2.8 ટકાથી વધીને 6.9 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર જૂનમાં ઈલેક્ટ્રિસિટી સેક્ટરનો ગ્રોથ 4.2 ટકાથી વધીને 8.5 ટકા રહ્યો છે. જૂનમાં કેપિટલ ગુડ્સમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યારે મે માં 7.6 ટકા થી વધીની જૂનમાં 9.6 ટકાના સ્તર પર રહી છે.


જૂનમાં ઇન્ટરમીડિયેટ ગુડ્સમાં ગ્રોથમાં જોરદાર વધારો જોવા મળી છે અને આ મે માં 0.9 ટકા થી વધીને 2.4 ટકા રહી છે. એવી રીતે જૂન માં કંઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝનો ગ્રોથ જૂનમાં 4.3 ટકાથી વધીને 13.1 ટકા રહી છે જ્યારે નૉન કંઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝનો ગ્રોથ જૂનમાં -2.6 ટકા થી વધીને જૂનમાં 0.5 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર જૂનમાં પ્રાઈમરી ગુડ્ઝનો ગ્રોથ 5.7 ટકાથી વધીને 9.3 ટકા રહ્યો છે.