બજાર » સમાચાર » બજાર

ગુજરાત માટે વિલન બન્યો વાયુ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 17:20  |  સ્ત્રોત : CNBC-Bajar

વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકિનારે શરૂ થઇ ગઇ છે. હાલ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી 200 કિલોમિટર દુર છે અને આજે અડધી રાત્રે વેરાવળથી પોરબંદરની વચ્ચે ટકરાઇ શકે છે. વાયુ વાવાઝોડું અથડાવાની સાથે 130 થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ધોધમાર વરસાદનું અનુમાન પણ કરવામાં આવ્યું છે.


1998 બાદ ગુજરાત પર પહેલીવાર વાવાઝોડાનો પ્રકોપ આવી રહ્યો છે. આ પહેલા અનેક વખત વાવાઝોડું આવી રહ્યું હતું પરંતુ તે ગુજરાત પહોંચ્યું ન હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તંત્ર બધી જ રીતે તૈયાર છે અને NDRFની 35થી વધુ ટીમો અલગ અલગ જગ્યાઓ પર ગોઠવાઇ ગઇ છે. આ સાથે સેનાની મદદ પણ લેવાઇ રહી છે.


અત્યાર સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 1.20 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વેરાવળ, ઉના અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. બધી ઇમરજન્સી સેવાઓ સ્ટેન્ડબાય પર છે.


તો આવો જોઇએ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે શું કહ્યું.