બજાર » સમાચાર » બજાર

ગુજરાત બજેટ 2020-21 રજૂ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 14:16  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા મંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યા છે. ગાંધીનગર: વિધાનસભામાં બજેટ રજૂ કરાયું છે. વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ છે. શિક્ષણ ક્ષેત્રે સરકારે અનેક કામ કર્યા છે. 48 લાખ ખેડૂતોને રૂપિયા 3,186 કરોડ ચુકવાયા છે. ખેડૂતો માટે રૂપિયા 3,795 કરોડનું કૃષિ સહાય પેકેજ છે. કામ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું.


સરકારે માળખાકીય સુવિધા માટે નાણા ખર્ચ કર્યો છે. તીડના આક્રમણ સામે તાત્કાલિક પગલા લીધા છે. સરકાર કાયમ ખેડૂતોની સાથે રહી છે. 1 વર્ષમાં 48 લાખ ખેડૂતોના ખાતામાં સહાય આપી છે. રૂપિયા 275 કરોડની પૂરાંતવાળું બજેટ છે. 16 MSME ઉદ્યોગો સ્થપાયા છે.


રાજ્ય માંથી ચેકપોસ્ટની નાબૂદી કરાઈ છે. ચેકપોસ્ટ નાબૂદ કરાતા અનેક લાભ થયા છે. ખેડૂત કલ્યાણ યોજના માટે રૂપિયા 7,423 કરોડની જોગવાઈ છે. 40 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. રૂપિયા 3.44 લાખ કરોડના રોકાણના MOU થયા છે.


રૂપિયા 2,17,287 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરાયું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ માટે કુલ રૂપિયા 7,423 કરોડની જોગવાઈ છે. જળસંપત્તિ વિભાગ માટે રૂપિયા 7,220 કરોડની જોગવાઈ છે. શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 31,955 કરોડની જોગવાઈ કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂપિયા 11,243 કરોડની જોગવાઈ કરી છે.


મહિલા અને બાળ વિકાસ માટે રૂપિયા 3,150 કરોડની જોગવાઈ કરી છે. પાણી પુરવઠા વિભાગ માટે રૂપિયા 4,317 કરોડની જોગવાઈ કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂપિયા 4,321 કરોડ છે. આદિજાતિ વિકાસ માટે રૂપિયા 2,675 કરોડની જોગવાઈ કરી છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ માટે રૂપિયા 9,091 કરોડની જોગવાઈ કરી છે.


શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂપિયા 13,440 કરોડની જોગવાઈ કરી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂપિયા 1,461 કરોડની જોગવાઈ કરી છે. માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા 10,200 કરોડની જોગવાઈ કરી છે.


બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂપિયા 1,397 કરોડની જોગવાઈ કરી છે. ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂપિયા 13,917 કરોડની જોગવાઈ કરી છે. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા 1,019 કરોડની જોગવાઈ કરી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂપિયા 7,017 કરોડની જોગવાઈ કરી છે.