બજાર » સમાચાર » બજાર

ગુજરાતના કોર્પોરેટ જગતમાં નવી પેઢીનો થયો પ્રવેશ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે વાતકશું ગુજરાતના એવા ઇન્ડસ્ટ્રીના વ્યક્તિ સાથે કે જેમની બીજી જનરેશન પણ એમના વિઝનમાં જોડાશે. શુ પાસાઓ રહ્યા, શું ગણતરી હતી, કે શું એમની અપેક્ષાઓ હતી. આગળ જાણીશું શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન, વિક્રમ શાહ અને ઈન્ટરનેશનલ બિઝનેસ, શેલ્બી હોસ્પિટલ્સના ડિરેક્ટર, શનય શાહ પાસેથી.


શેલ્બી હોસ્પિટલ્સના ચેરમેન, વિક્રમ શાહનું કહેવુ છે કે અમેરિકાથી પરત ફરી 1994માં અમદાવાદમાં નાનુ નર્સિંગ હોમ શરૂ કર્યું છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું છે. ગુજરાત પરત ફર્યો ત્યારે વિચાર હતો કે કોઈ અપંગ ન રહેવું જોઈએ. 2003 આસપાસ મોટી હોસ્પિટલ બનાવવાનો વિચાર કર્યો છે. શનયે કહ્યું કે મારે ડૉક્ટર નથી બનવું. કોર્પોરેટ હોસ્પિટલના વિચાર સાથે શેલ્બી હોસ્પિટલની સ્થાપના કરી છે.


ઘરમાં પણ લોકશાહી રાખવી જોઈએ તેવું માનીએ છીએ. શેલ્બી મારા માટે મારી મોટી દિકરી સમાન છે. શેલ્બી મારી લિગસી છે જે હું મારા પાછળ છોડીને જઈશ. હોસ્પિટલમાં દરેક કરતા હું વધારે કામ કરુ છું. મને કોઈ વસ્તુની સમજણ ન પડે તે મને પસંદ નથી. ફાઈનાન્સ, આર્કિટેક્ચર વગેરેમાં રસ લઈને શિખ્યો છું. નિર્ણય લેવામાં જરૂરત પડે તેટલી દરેક વસ્તુઓ શિખ્યો છું.


અમે હોસ્પિટલમાં આવીએ એટલે પિતા-પુત્ર નથી હોતા. અમે ઘરે કોર્પોરેટ સંબંધો નથી રાખતા. અમે પ્રોફેશનલી જ કામ કરતા આવ્યા છીએ જેથી કંપની લિસ્ટ કરવાનું વિચાર્યું છે. વેકેશનમાં સામાન્ય રીતે હું નક્કી નથી કરતો. તમને તમારૂ કામ ન ગમતું હોય તો વેકેશન વારે-વારે લેવું પડે છે. અમે 4-5 દિવસમાં પરત આવી જઈએ છીએ. હું એક્ટિવ મેનેજમેન્ટમાં ભાગ નથી લેતો. હું માત્ર નીતિગત નિર્ણયો લઉં છું.


ઈન્ટરનેશનલ બિઝનેસ, શેલ્બી હોસ્પિટલ્સના ડિરેક્ટર, શનય શાહનું કહેવુ છે કે મને પહેલાથી ફાઈનાન્સ અને એકાઉન્ટિંગમાં રસ હતો. સીએફએ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે. હેલ્થ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું છે. માતા-પિતા બાળપણથી જાણવાનો પ્રયત્ન કરતા હતા કે મારે શું કરવું છે. કારકિર્દી પસંદ કરવાની તક મને મળી છે. કોઈ તૈયાર પ્લેટફોર્મ મળ્યું નથી. શોપ ફ્લોર પર કામ કર્યું હતું.


વિદેશમાં કામ કરવાનો અનુભવ છે. શેલ્બીમાં કલ્ચર ઘણું પ્રોફેશનલ છે. 2014માં શેલ્બી સાથે જોડાયા છે. ભારત ઝડપથી વિકાસ પામતો દેશ છે જેથી અહીં કામ કરવાનું નક્કી કર્યું છે. મને સારા લિડર નીચે કામ કરવાની ઈચ્છા હતી. પિતાના વ્યસ્ત શેડ્યુઅલમાંથી તેમની પાસેથી શિખવાનો સમય લેતા શિખ્યો છે. રોજબરોજની વાતોમાંથી ઘણું શિખવા મળે છે.


અમે ઘણી વાતો પર ચર્ચા કરીએ છીએ. નવી વસ્તુઓ સ્વીકારવા માટે પિતા હંમેશા તૈયાર રહે છે. જનરેશન ગેપ બન્નેને અનુભવાતો હોય છે. બન્ને જનરેશન પાસેથી શિખવાનું અને કામ કરવાનું જોવાનું રહે છે. અમે યોગ્ય તાલમેલ સાથે કામ કરીએ છીએ. માતા હંમેશા મદદ માટે હાજર હોય છે પરંતુ પિતાનો કમ્ફર્ટઝોન ખ્યાલ છે. કેરમાં શું ખૂંટે છે તેના પર કામ કર્યું અને તે શોધી તે ગેપ ભર્યો છે.


હેલ્થકેરમાં લોકો સારો ખર્ચ કરી શકે છે. હવે લોકો એવું ઈચ્છે છે કે તેઓ હોસ્પિટલમાં મરણ પામે છે. મલ્ટિકેર હોસ્પિટલથી દર્દીને સંપૂર્ણ સુવિધા મળે છે. દરેક વેકેશનમાં નવી વસ્તુઓની નોંધ લઈએ છીએ. શેલ્બીમાં ઘણા ઈનોવેશન અમે કરી રહ્યાં છીએ. હોસ્પિટલમાં કોસ્ટ પર બેડ ઓછી થાય તો દર્દીને ફાયદો થાય છે. સતત નવી-નવી વસ્તુઓ ડેવલપ કરીએ છીએ.