બજાર » સમાચાર » બજાર

સ્વાઈન ફ્લૂથી મોત મામલે ગુજરાત બીજા નંબરે

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્વાઈન ફ્લૂથી મોત મામલે રાજસ્થાન બાદ ગુજરાત બીજા નંબરે પહોંચ્યું છે. રાજકોટના 50 વર્ષીય દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત નિપજતા સૌરાષ્ટ્રમાં 41 દિવસમાં સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો 33 પર પહોંચ્યો છે.


આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો 48 લોકો સારવાર હેઠળ છે તો 40 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.