બજાર » સમાચાર » બજાર

સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 18:55  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘણાં મહિનાઓ રાહ જોવાડાવ્યા બાદ હવે સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત થવા જઈ રહ્યું છે. સરકાર આ આ અંગે એક બે દિવસમાં ગાઈડલાઈન્સ જાહેર કરશે.


સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરિજયાત થશે. સરકાર 1-2 દિવસમાં ગાઈડલાઈ્સ જાહેર કરશે. 22, 18 અને 14 કેરેટના દાગીના પર થશે હોલમાર્કિંગ છે. ગ્રાહક બાબતના મંત્રાલયે રજૂ કરેલા પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ મળ્યું છે. હોલમાર્કિંગને તબક્કાવાર લાગૂ કરવાની યોજના છે. જ્વેલર્સે પણ BIS લાઈસન્સ લેવું પડશે. જ્વેલર્સને નિયમોના પાલન માટે 6 મહિનાનો સમય મળશે.


રાજ્યોની રાજધાનીમાં નિયમ પાલન માટે 6 મહિનાનો સમય મળશે. નાના શહેરોમાં અમલ માટે એક વર્ષ કરતા વધારાનો સમય મળશે. દેશ ભરમાં કુલ 566 હોલમાર્કિંગ સેન્ટર છે. દેશમાં લગભગ 2.5 લાખ જ્વેલર્સ છે. 25,000 જ્વેલર્સ પાસે હોલમાર્કિંગનું લાઈસન્સ છે.