બજાર » સમાચાર » બજાર

ઉશ્કેરીજનક ભાષણ પર HCએ નોટિસ ફટકારી

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 17:34  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હી હાઇકોર્ટે ભડકાઉ ભાષણ કેસમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે. આ નોટિસ હાઇકોર્ટે સોનિયા, રાહુલ સહિત અનેક નેતાઓના મામલે જાહેર કરી છે. આટલું જ નહીં દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર પાસેથી પણ જવાબ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 13 એપ્રિલે કરવામાં આવશે. તો  બીજી તરફ ભડકાઉ ભાષણ મામલે કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદે સોનિયા ગાંધી પર CAAના વિરોધ દરમિયાન ઉશ્કેરીજનક ભાષણનો આરોપ લગાવ્યો.