બજાર » સમાચાર » બજાર

આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 16:59  |  સ્ત્રોત : CNBC-Bajar

આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર પર રહેશે વરસાદનું જોર.


મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી પાણી છોડાતાં ઘોડિયાળ પુલને બંધ કરવામાં આવ્યો છે. હાલ ડેમમાંથી 60,000 હજાર ક્યુસેક પાણી મહીસાગર નદી માં છોડવામાં આવી રહ્યું છે.


કડાણા ડેમ હાલ 95 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમના 5 ગેટ ખોલી મહીસાગર નદી માં પાણી છોડવામા આવી રહ્યું છે. ઘોડિયાર પુલ તેમજ લુણાવાડાથી અમદાવાદને જોડતો હાડોળ પુલ પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિ છે. જેના પગલે પુલની આજુ બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.