બજાર » સમાચાર » બજાર

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

 


ગુજરાતમા હજુ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહીની પગલે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરી છે.


પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. અને આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને લો પ્રેશર ડીપ્રેશનમા પરિવર્તિત થશે. જેના કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


20 થી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.અને 21 અને 22 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડશે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જેના કારણે મોજાની તીવ્રતા વધવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમા નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વડોદરા જિલ્લામાં લો પ્રેશરના કારણે વરસાદ થશે. 21 અને 22ના સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ થશે.


ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 123 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 142 ટકા વરસાદ થયો છે. ઉતર ગુજરાતમાં સરેરાશ 94 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 112 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમા સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 133 ટકા વરસાદ થયો છે.


જોકે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે. ગુજરાતમાં તમામ વિસ્તારમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ નોંધાયો છે. અને હજી પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થય છે. જેના કારણે ચોમાસુ જતા જતા પણ જમાવટ કરશે. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે.