બજાર » સમાચાર » બજાર

Hondaએ ઉતાર્યુ BS-6 એન્જિન સ્કૂટર

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 18:47  |  સ્ત્રોત : CNBC-Bajar

હોન્ડા મોટરસાયકલએ દેશનુ પહેલુ BS-6 એન્જિન વાળુ સ્કુટર લૉન્ચ કર્યું છે. આમાં 125CCનું એન્જીન લગાવવામાં આવ્યું જે 8.1 BHP પાવર જનરેટ કરે છે. આ એન્જિન ફ્યુલ ઇન્જેક્શન ટેકનીક પર કામ કરે છે. એટલે જ આ ગાડીની માઇલેજ હાલના સ્કૂટર કરતા 13 ટકા વધારે છે.


કંપનીએ એક્ટિવા-125માં સાઇલેન્ટ સ્ટાર્ટ મોટર, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર, એન્જિન સ્ટોપ સ્વીચ, Real Time Fuel Efficiency અને Distance To Empty જેવી કેટલીક પેટન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગાડીમાં ફ્યૂલ ભરવા માટે હવે સીટ ખોલવાની જરૂરી નથી. કારણ કે ગાડીમાં ફ્યૂલ કેપ બાહર આપવામાં આવ્યું છે. એક્ટિવા 125ની એક્સશોરૂમ કિંમત રૂપિયા 67,000 છે.