બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Fri, 26, 2021 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે સાવચેતી સાથે ટ્રેડનો દિવસ. સીરિયા પર અમેરિકાના હુમલાથી SENTIMENT નબળા. SGX નિફ્ટી આપી રહ્યું છે ગેપ ડાઉનના સંકેત.. પરંતુ કાલે ભારે ઘટાડા બાદ ડાઓ ફ્યુચર્સમાં સવારે જોવા મળી મામલૂ તેજી.

USમાં બૉન્ડ યીલ્ડ વધવાથી સોનામાં જોરદાર ઘટાડો. COMEX પર ભાવ 1770 નજીક. ચાંદીમાં પણ નરમાશ. બેઝ મેટલ્સમાં પણ જોરદાર નફાવસૂલી.

BPCL અને એર  ઇન્ડિયાનું Disinvestmen છેલ્લા તબક્કામાં. આવનારા કારોબારી વર્ષમાં IOC, GAIL અને HPCLની પાઇપલાઇનના MONETISATION થી 17 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય.

વાયદામાં આજે સામેલ થશે 16 નવા શૅર્સ. Alembic Pharma, IRCTC, GUJ GAS, MPHASIS, NAM INDIA,  PFIZER જેવા શૅર્સમાં દેખાશે એક્શન.

આજે ખુલશે BANK OF BARODAનો QIP ઇશ્યૂ.. બેન્કની 4500 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની યોજના. 9.2% DISCOUNT સાથે આશરે 82 રૂપિયા છે Indicative Issue Price.

સરકારી રેલવે કંપની RailTelનું આજે થશે લિસ્ટિંગ. 42 ગણાથી વધુ ભરાયો હતો ઇશ્યૂ.. 94 રૂપિયા છે ઇશ્યૂ પ્રાઇસ. ત્યાંજ છેલ્લા દિવસે 83 ગણાથી વધુ ભરાયો HERANBA INDUSTRIESનો IPO. Non Institutional Investors કોટા 108 ગણાથી વધુ SUBSCRIBE.