બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Mon, 01, 2021 પર 08:29  |  સ્ત્રોત : CNBC-Bajar

PM મોદીએ AIIMSમાં લીધો કોરોના વેક્સીનનો પ્રથમ ડૉઝ. લોકોને નિશ્ચિંત થઇ રસી લેવાની કરી અપીલ. આજથી વેક્સિનેશનના બીજા તબક્કાની થઇ શરૂઆત. કોવિન એપ દ્વારા કરાવી શકો છો registraion.

ગ્લૉબલ માર્કેટથી આજે સારા સંકેત. SGX નિફ્ટીમાં આશરે 220 અંકનો ઉછાળ. અમેરિકામાં 1.99 trillion Dollerના રાહત પેકેજથી ડાઓ ફ્યુચર્સમાં જોરદાર તેજી. મોટાભાગના એશિયાના બજારોમાં પણ મજબૂતી.

ડૉલરમાં મજબૂતી અને બૉન્ડ યીલ્ડ વધવાથી સોનાની ચમક ઘટી. 3 ટકા ઘટી 8 મહિનાના નીચલા સ્તર પર COMEX GOLD. ફેબ્રુઆરીમાં આશરે સાડા 6 ટકા તુટ્યો. MCX GOLD પણ 45800ની નીચે.

USAની ટેક્નોલૉજી કંપની SkyTran Incમાં RELIANCEએ હિસ્સેદારી વધારી. 2.67 કરોડ ડૉલરના વધુ રોકાણથી કુલ હિસ્સો વધીને થયો આશરે સાડા 54 ટકા. RILના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું- અધિગ્રહણથી હાઈ સ્પીડ, Inter connectivityનું લક્ષ્ય હાંસલ કરવાની યોજના.

આજે આવશે ફેબ્રુઆરીમાં ગાડીઓના વેચાણના આંકડા. 53 ટકાથી વધુ વધી શકે છે ટાટા મોટર્સનું વેચાણ. મારૂતિ, M&Mનું પણ વેચાણ 12 ટકા વધવાનું અનુમાન. ટૂ-વ્હીલર કંપનીઓ પણ રજૂ કરી શકે છે સારા નંબર્સ.

દિગ્ગજ રોકાણકાર Warren Buffettએ અમેરિકન ઇકોનૉમી પર વ્યક્ત કર્યો વિશ્વાસ.. શૅર હોલ્ડર્સને લખેલા LETTERમાં કહ્યું- Never bet against America. બૉન્ડ રોકાણકારોને કર્યા સાવધાન.

કેમિકલ શૅર્સમાં આજે વધી શકે છે એક્શન. MCKINSEYએ કહ્યું- ભારત દુનિયાનું સૌથી ઝડપથી વધતુ SPECIALTY CHEMICALS માર્કેટ છે. 2025 સુધી 40 અરબ ડૉલરનો હશે કારોબાર.

કોરોનાના ઝટકામાંથી બહાર આવી રહી છે દેશની ઇકોનૉમી. ડિસેમ્બરમાં પૉઝિટીવ ઝોનમાં આવી GDP ગ્રોથ.. 0.4 ટકાની રહી ગતિ. સમગ્ર નાણાંકીય વર્ષમાં માઇનસ 8 ટકાના ગ્રોથનું અનુમાન.

આજથી વિધાનસભામાં બજેટ સત્રનો થશે પ્રારંભ..રાજ્યપાલ સત્રને સંબોધશે.બે પૂર્વ સીએમના નિધન પર મુકાશે શોક.