બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લૉબલ માર્કેટથી સારા સંકેત. SGX નિફ્ટીમાં 100 અંકથી વધુનો ઉછાળો. એશિયાની પણ મજબૂત શરૂઆત. બૉન્ડ યીલ્ડની ચિંતા ઘટવાથી અમેરિકી બજારમાં રોનક. ડાઓ જોન્સ 600 અંકથી વધુ ઉપર. S&P 500માં 9 મહિનાની સૌથી મોટી તેજી.

ચીનમાં માગ ઘટવાની આશંકાથી કાચા તેલ પર દબાણ. 64 ડૉલર નીચે બ્રેન્ટ. ત્યાંજ ડૉલરની મજબૂતીથી સોનામાં નરમાશ. COMEX GOLD 1725 ડૉલર.

ફેબ્રુઆરીમાં સતત ત્રીજા મહિને GST colletion 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાને પાર.. GST કલેક્શન 7% વધી 1 લાખ 13 હજાર કરોડ.. સરકારે કહ્યું 5 મહિનાથી યથાવત્ છે રિકવરીને TREND.

Disinvestmentની દિશામાં BPCLનું વધુ એક પગલુ. બોર્ડે નુમાલીગઢ રિફાઇનરીમાં હિસ્સેદારી વેચવાની મંજૂરી આપી. EIL, OIL INDIA અને આસામ સરકાર 9875 કરોડમાં ખરીદશે BPCLનો હિસ્સો. બજારના અનુમાનથી વધુ મળ્યું વેલ્યુએશન.

પેટ્રોલ અને ડીઝલ બાદ CNG, PNGના પણ વધ્યા ભાવ, IGL એ દિલ્હી અને NCR સહિત કેટલાક શહેરોમાં 70 પૈસા વધાર્યો ભાવ.

સ્પેક્ટ્રમ માટે આજે પણ બિડિંગ કરશે ટેલીકૉમ કંપનીઓ. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા લઇ રહ્યાં છે ભાગ. ઑક્શનના પહેલા દિવસે લગાવી 77,146 કરોડની બોલી.

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાનું આજે પરિણામ. પોલીસના જવાનો રહેશે ખડપગે. થોડી વારમાં શરૂ થશે મતગણતરી.