બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 03, 2021 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લૉબલ બજારોથી SENTIMENT સારા. SGX આપી રહ્યુ છે નિફ્ટી 15000ની ઉપર ખુલવાના સંકેત. ડાઓ ફ્યુચર્સમાં પણ તેજી.. મોટા ભાગના એશિયાના બજારોમાં મજબૂતી.

કાલે OPEC+ ની બેઠક પહેલા વધુ નરમ પડ્યું કાચુ તેલ. આશરે 2 ટકા ઘટી 63 ડૉલર નીચે આવ્યું બ્રેન્ટ. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી.

RELIANCE JIOએ 5G ક્ષેત્રે આગળ રહેવા માટે સૌથી વધુ  57,000 કરોડ રૂપિયાથી વધુના ખરીદ્યા સ્પેક્ટ્રમ. કંપનીએ લગાવી 800, 1800, 2300 MHz બેન્ડ માટે બોલી, ભારતી એરટેલ માટે 18,699 કરોડના સ્પેક્ટ્રમ.

ટાયર શૅર્સ પર આજે દેખાઇ શકે છે એક્શન. સરકારે થાઇલેન્ડથી આવનારા રેડિયલ ટાયર પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવાની માગ નકારી. અપોલો ટાયર્સ, CEAT અને JK ટાયરે કરી હતી ડિમાન્ડ.

આજે ખુલશે IRCONનો Offer For Sale. સરકાર OFS દ્વારા વેચશે 16% સુધીની હિસ્સેદારી. 10% ડિસ્કાઉન્ટ સાથે 88 રૂપિયા ફ્લોર પ્રાઇસ નક્કી.

આજે ખુલશે MTAR TECHNOLOGIESનો 596 કરોડ રૂપિયાનો IPO, 574 થી 575 રૂપિયા વચ્ચે છે પ્રાઇસ બેન્ડ. કંપનીએ 15 એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા એકત્ર કર્યા 179 કરોડ રૂપિયા.

વિધાનસભામાં આજે રજૂ થશે બજેટ. નાણામંત્રી નીતિનભાઈ પટેલ રજૂ કરશે બજેટ. સાથે જ ત્રણ અન્ય વિધેયક કરાશે પસાર.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવખત ભાજપનો જાદુ યથાવત. કોંગ્રેસના સુપડાં સાફ. પીએમ મોદીએ જનતાનો માન્યો આભાર. રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો. પંચમહાલમાં ન ખુલ્યું કોંગ્રેસનું ખાતુ. ગાંધીનગર,તાપીમાં પ્રથમ વખત ભાજપની જીત.