બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસ ફેડના વ્યાજદર વધવાના સંકેતથી રેકોર્ડ ઉંચાઇ પર અમેરિકાના માર્કેટ બંધ. અનુમાન કરતા સારા પરિણામે પણ માર્કેટમાં ઉત્સાહ વધાર્યો. એશિયાના માર્કેટમાં પણ પોઝિટિવ શરૂઆત.

સન ફાર્માને યુએસ એફડીએ દ્વારા મોટી રાહત. કંપનીના દાદરા યૂનિટને મળી ક્લીન ચીટ. પ્લાન્ટ પર 11 અવલોકન મળ્યા હતાં. યુએસ કારોબાર માટે હાલોલ પછીનો બીજો સૌથી મોટો પ્લાન્ટ.

આજે સાંજે આવશે આઈટી દિગ્ગજ ટીસીએસના પરિણામ. ડૉલર આવક 3 ટકાની મજબૂતી બતાવી શકે. નફા અને માર્જિનમાં પણ મામુલી સુધારાની સંભાવના.

સાથે જ ઇન્ડસઇન્ડ બેન્કના પરિણામ પર પણ નજર. લોનગ્રોથ અને નફો 25 ટકાની આસપાસ વૃદ્ધિ બતાવી શકે.

એસટીસી અને એમએમટીસીને મળી શકે છે સરકારને ડિવિડન્ડ આપવાથી છૂટ. વાણિજ્ય મંત્રાલય દ્વારા નાણામંત્રાલયને પરવાનગીની ભલામણ.

જાપાનથી સસ્તી ગેસનો ઇમ્પોર્ટ કરી શકશે ગેલ. જાપાનની સાથે ગેસ સ્વૉપિંગને કેબિનેટની મંજૂરી. ફર્ટિલાઇઝર કંપનીઓને થશે ફાયદો.

જનરલ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશનના આઈપીઓનો આજે બીજો દિવસ..અત્યાર સુધી 75 ટકા ભરાયો ઇશ્યૂ. પ્રાઇસ બેન્ડ રૂપિયા 855થી 912.