બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 08:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્ટ્રાડે રેકૉર્ડ સ્તરે પહોંચ્યા બાદ અમેરિકન બજારમાં દબાણ. ફાઇનાન્શિયલ દિગ્ગજ જેપી મોર્ગન અને સિટીના વધેલા પ્રોવિઝનિંગને લીધે રોકાણકારોમાં ચિંતા. એશિયાની પોઝિટિવ શરૂઆત વચ્ચે એસજીએક્સ નિફ્ટી નરમ.

આજે સાંજે આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ. જીઆરએમ રેકૉર્ડ 13 ડૉલર પ્રતિબેરલને પાર રહી શકે. સતત અગિયારમા ત્રિમાસિકમાં સ્ટેન્ડઅલોન નફો વધી શકે. પરિણામ પહેલાં સ્ટૉક લાઇફ હાઈ પર. માર્કેટ કેપ સાડા પાંચ લાખ કરોડને પાર.

આઈટી દિગ્ગજ ટીસીએસના પરિણામ અનુમાનથી સારા. માર્જિન, નફામાં આઉટપરફોર્મન્સ. એટ્રિશન પણ ઘટ્યું.

ટાટા ગ્રુપનો મોબાઇલ કારોબાર ખરીદશે ભારતી એરટેલ. લગભગ 4 કરોડ ગ્રાહકોનો ઉમેરો થશે. મર્જરમાં ટાટા ટેલીના ઋણનો સમાવેશ નહીં.

ઇકૉનોમીને ડબલ બૂસ્ટર. ઑગસ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નવ મહિનાના ઉચ્ચતમ સ્તરે. મોંઘવારી દર પણ ઘટીને સવા ત્રણ ટકા પર.

જનરલ ઇન્શ્યોરન્સ આઈપીઓનો આજે અંતિમ દિવસ. 855થી 912 રૂપિયા પ્રાઇસબેન્ડ. અત્યાર સુધીમાં 90 ટકા ભરાયો ઇશ્યુ.