બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 08:12  |  સ્ત્રોત : CNBC-Bajar

શુક્રવારે 330 પોઇન્ટ્સની તેજી સાથે થયું ડાઓ જોન્સનું ક્લોઝિંગ. એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં પણ ડોઢ ટકાનો ઉછાળો. એશિયાઇ માર્કેટની મિશ્ર શરૂઆત, નિક્કેઇ 2% નીચે જ્યારે અન્ય એશિયાઇ માર્કેટ પોઝિટીવ. એસજીએક્સ નિફ્ટીમાં પણ વધારો.

ક્રૂડમાં સતત નરમાશનો માહોલ. બ્રેન્ટ ક્રૂડ અઢી ટકા ઘટી 63 ડૉલરની નજીક. મજબૂત ડૉલરને પગલે ક્રૂડમાં દબાણ. ગત એક સપ્તાહમાં ક્રૂડમાં નોંધાયો 8%નો ઘટાડો.

એસજીએક્સ નિફ્ટી જેવા વિદેશમાં ચાલનારા ભારતીય ઇન્ડેક્સ થશે બંધ. બીએસઈ અને એનએસઈનો સહિયારો નિર્ણય. હવે નહીં આપવામાં આવે દેશની બહાર ચાલનારા એક્સચેન્જના ડેટા. સેબીએ કહ્યું - સ્થાનિક શૅર માર્કેટને થશે ફાયદા.

એસેટ ક્વોલિટીને લઇને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાની મુશ્કેલીઓ યથાવત. સ્ટેટ બ્રેન્કના ગ્રોસ એનપીએ વધી 10.35% પર, નફોના અનુમાનની સરખામણીએ બેન્કને રૂપિયા 2416 કરોડની ખોટ. બેન્ક ઓફ બરોડાનો નફો 56% ઘટ્યો. ગ્રોસ એનપીએ વધી 11.31% પર છે.

અનુમાનની સરખામણીએ નરમ રહ્યા ટાટા સ્ટીલના, ઓએનજીસી, બીપીસીએલના પરિણામ. ત્રીજા ત્રિમાસીકમાં ટાટા સ્ટીલનો નફો અનુમાનથી ઓછો પરંતુ 5% વધ્યો. ઓએનજીસીનો નફો 2% ઘટ્યો, માર્જિન પર રહ્યાં નરમ. બીપીસીએલમાં પણ નિરાશા. નફા અને માર્જિન ઘટ્યા. જીઆરએમમાં પણ જોવા મળી નરમાશ.

આજે ખુલશે એસ્ટર ડીએમ હેલ્થકેરનો આઈપીઓ. પ્રાઇઝ બેન્ડ રૂપિયા 180-190 પ્રતિ શૅર. 15 ફેબ્રુઆરીએ થશે બંધ. ઇશ્યૂથી રૂપિયા 980 કરોડ એકત્ર કરવાની કંપનીની યોજના.

અમારી સહયોગી ચેનલ સીએનબીસી-આવાઝની ઈએનબીએ અવોર્ડમાં ધૂમ. બેસ્ટ બિઝનેસ ન્યૂઝ ચેનલ અને બેસ્ટ જીએસટી કવરેજનો અવોર્ડ. આવાઝ અડ્ડા નંબર 1 ડિબેટ શૉ. નેટવર્ક 18ને મળ્યા કુલ 8 અવોર્ડ.