બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાના બજારોની મિશ્ર શરૂઆત. એસજીએક્સ નિફ્ટી લગભગ પા ટકા ઉપર. યુએસમાં ટેક શેર્સમાં રિકવરી. નાસ્ડેકમાં એક ટકાથી વધુની તેજી.

7 મહિના બાદ ટેક મહિન્દ્રાના માર્જિનમાં ઘટાડો. ડૉલર આવક પણ અનુમાનથી ઓછી. ત્યારે ડીએલએફના નફા અને આવકમાં 80 ટકાનો ઉછાળો.

ઇન્ડસઇન્ડ બેન્કના નફામાં આવી શકે છે 22 ટકાનું દબાણ. પરંતુ વ્યાજની આવક કરી શકે છે ખુશ. જ્યારે ખોટથી નફામાં આવી શકે છે બેન્ક ઓફ બરોડ. સિપ્લાના પણ પરિણામ આજે.

એચડીએફસી બેન્ક બોર્ડ શેર સ્પ્લિટ પર આજે કરી શકે છે વિચાર. એક શેરને બેમાં વિભાજીત કરવા પર નિર્ણય શક્ય.

એનપીએથી નિવારણ માટે ચૂંટણી પરિણામો બાદ આરબીઆઈ જાહેર કરી શકે છે નવું સર્કયુલર. સુત્રો મૂજબ બેન્કોને એનપીએ રિઝોલ્યુશન માટે 30 દિવસનો સમય આપી શકે છે રિઝર્વ બેન્ક. સીએનબીસી-ટીવી18નાં એક્સક્લૂઝિવ સમાચાર.