બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Mon, 01, 2019 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

US અને ચીન વચ્ચે ટ્રેડ ચિંતા ઘટી. ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત બાદ વેપાર પર વાત યથાવત રાખવા પર બની સહમતી. અમેરિકા નહી લગાવે નવું ટેરિફ. Huwei પર પણ નરમ વલણ.

બજાર માટે સારા સંકેત. ટ્રેડ ચિંતા ઘટતા ડાઓ ફ્યુચર્સમાં લગભગ 200 પોઇન્ટનો ઉછાળો. એશિયામાં મજબૂતિ. આજે બંધ છે હોંગકોંગના બજાર. એસજીએક્સ નિફ્ટી પણ પા ટકા ઉપર.

આજે થનારી ઓપેક બેઠક પહેલા ક્રૂડ ઉત્પાદન ઘટાડવા પર રશિયા અને સાઉદી અરબ વચ્ચે બની સહમતી, 9 મહિના માટે લંબાવી શકે છે કરાર. શરૂઆતી કારોબારમાં ક્રૂડ 66 ડોલરની નજીક.

શુગર મિલોને મોટી રાહતની તૈયારી. શેરડીની સરકારી કિંમતોમાં વધારો નહી કરવાનો પ્રસ્તાવ. 3 મોટા નિર્ણયોને જલ્દી મળી શકે છે કેબિનેટની મંજૂરી. સીએનબીસી બજાર એક્સક્લુઝીવ. આજે શુગર સ્ટોક્સમાં દેખાઈ શકે છે તેજી.

પાવર જેનરેશન કંપનિઓની પૂરી થશે પેમેન્ટથી જોડાયેલી સમસ્યાઓ. સરકારે પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમને આપી મંજૂરી. હવે વિજળી ખરીદતા પહેલા ડિસ્કૉમને કરવી પડશે ચુકવણી. આજે એનટીપીસી, ટાટા પાવર જેવા શેર્સમાં દેખાઇ શકે છે એક્શન.

વરસાદ પર રહેશે બજારની નજર. જુનમાં વરસાદ અને આગળની ચાલ પર આજે આઈએમડી જાહેર કરી શકે છે અનુમાન.

ઘટી શકે છે ઓટોની ઝડપ. આજે આવશે જુન ઓટો વેચાણના આંકડાઓ. મારૂતિ, ટાટા મોટર્સ અને એમએન્ડએમના વેચાણ પર દબાણનું અનુમાન.

રોહિત શર્માની સદી છતાં ઇન્ગલેન્ડ સામે 31 રનથી હારી ટીમ ઇન્ડિયા. સેમિફાઇનલનો રસ્તો થયો મુશ્કેલ. આજે શ્રિલંકા અને વેસ્ટેન્ડિઝ વચ્ચે રમાશે મેચ.