બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 08:15  |  સ્ત્રોત : CNBC-Bajar

ચીન પર નરમ પડ્યા ટ્રમ્પ, અમુક પ્રોડક્ટ્સ પર 10 ટકા ટૅરિફ લગાવવાનો નિર્ણય 15 ડિસેમ્બર સુધી ટાળ્યો. પરંતુ 300 અરબ ડૉલરના બીજા પ્રોડક્ટ્સ પર 1 સપ્ટેમ્બરથી લાગશે ડ્યૂટી. બે સપ્તાહમાં થઇ શકે છે બંને દેશોની વાતચિત.

ચીન પર ટ્રમ્પના નરમ વલણ અને ટૅરિફ ટળવાથી 2 ટકા સુધી વધ્યા અમેરિકી બજાર. ડાઓ 370 અંકની તેજી સાથે બંધ. અશિયાના બજારોની મજબૂત શરૂઆત. એસજીએક્સ નિફ્ટીમાં મામૂલી ઉછાળો.

ટ્રેડ ટેન્શન ઘટતા કાચા તેલની કિંમતોમાં સાડા 4 ટકાનો ઉછાળો. બ્રેન્ટનો ભાવ 61 ડૉલર સુધી પહોંચ્યો.

કોલ ઇન્ડિયાએ રજૂ કર્યા અનુમાનથી સારા પરિણામ.. નફો 22 ટકા તો માર્જિન્સ 3 ટકા વધ્યા. જ્યારે ઓએનજીસીના મિશ્ર પરિણામ. અનુમાનથી ઓછો વધ્યો નફો.

અનુમાનથી નબળા રહ્યાં ગ્લેનમાર્ક ફાર્માના પરિણામ. નફો 53 ટકા ઘટ્યો, તો માર્જિન્સ પર પણ જોવા મળ્યું દબાણ. જ્યારે અપોલો હોસ્પિટલના પરિણામ રહ્યાં સારા. નફામાં 31 ટકાનો ઉછાળો, તો માર્જિન્સ આશરે 3 ટકા વધ્યા.

આજે આવશે ગ્રાસિમના પરિણામ. નફામાં 22 તો માર્જિન્સમાં 5 ટકાના ઘટાડાનું અનુમાન. પરંતુ 8 ટકા વધી શકે છે આવક. સીઈએસસી, જીએમઆર ઈન્ફ્રા, આઈજીએલ, જેએસપીએલ ના પરિણામ પર પણ રહેશે નજર.

NBFCs માટે મોટી રાહત. સારા પૂલ્ડ એસેટ્સ વેચવા માટે બેન્કોને ક્રેડિટ ગેરેન્ટી આપશે સરકાર. મળશે 1 લાખ કરોડ સુધીની મદદ.

આજથી ખુલશે સાડા દસ હજાર કરોડની વિપ્રોની બાયબેક ટેન્ડર ઑફર. 325 રૂપિયાના ભાવ પર બાયબેક કરશે કંપની.