બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 08:03  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાની નબળી શરૂઆત. પરંતુ એસજીએક્સ નિફ્ટીમાં મામૂલી તેજી. અનુમાનથી સારા જૉબ રિપોર્ટથી શુક્રવારે અમેરિકી બજારમાં જોવા મળી દોઢ ટકાની તેજી. ડાઓ આશરે પોણા ચારસો અંક વધીને બંધ.


ઑટો સેક્ટરમાં અટકી નથી રહી મંદી. અશોક લેલેન્ડનો પ્લાન્ટ આ મહિને 2 થી 15 દિવસ રહેશે બંધ. માગમાં ઘટાડાને કારણે લીધો નિર્ણય. ત્યાંજ ત્રીજા ત્રીમાસીકમાં દર મહિને 10 દિવસ માટે પ્લાન્ટ બંધ રાખશે BOSCH.


ડૉ રેડ્ડીઝ માટે યુએસએફડીએ તરફથી રાહતના સમાચાર. હૈદરાદબાદ સ્થિત 2 મેન્યુફેક્ચરિંગ યૂનિટ માટે ઈઆઈઆર મળ્યું. પરંતુ ગ્લેનમાર્ક ફાર્માને BADDI પ્લાન્ટ માટે યુએસએફડીએ વૉર્નિંગ લેટર મળ્યો.


રિલાયન્સ નિપ્પોન પર રહેશે આજે બજારની નજર. મોટી સ્ટ્રેટજિક જાહેરાત કરી શકે છે કંપની.


પીએમસી બેન્ક ફ્રૉડમાં પકડાયેલ પૂર્વ ચેરમેન વરયામ સિંગ 9 ઓક્ટોબર સુધી પૉલિસ કસ્ટડીમાં. પૂર્વ એમડી જૉય થૉમસ પર કર્યો દોષારોપણ. અત્યાર સુધીમાં થઇ 4 ઘરપકડ. ત્યાંજ શક્તિકાંતા દાસે કહ્યું સ્વસ્થ છે બેન્કિંગ સીસ્ટમ.


ભારત 22 ETFના ચોથા ચરણને સારો રિસ્પોન્સ. 12 ગણો ભરાયો ઇશ્યૂ. 2000 વાળા ઇશ્યૂને 23500 કરોડ રૂપિયાની મળી બોલિઓ.


અને 699 રૂપિયાનો જિયો ફીચર ફોન બનશે ગેમ ચેન્જર. દિગ્ગજ એજન્સિઓનું અનુમાન. ફીચર ફોનના 40 ટકા માર્કેટ શૅર પર હશે જિયોનો કબ્જો. કાલથી શરૂ થશે વેચાણ.