બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાની નબળી શરૂઆત. એસજીએક્સ નિફ્ટી પર અડધા ટકાથી વધુનું દબાણ. કાલે એક ટકાની તેજી સાથે બંધ થયા US માર્કેટ્સ. પરંતુ ટ્રેડ ડીલની અનિશ્ચિતતાને કારણે ડાઓ ફ્યુચર્સ 175 અંક નીચે.

IT દિગ્ગજ TCS આજે જાહેર કરશે પરિણામ. ત્રિમાસીકના આધાર પર નફામાં સવા 2 ટકા તો ડૉલર આવકમાં આશરે 2 ટકાનો ઉછાળો શક્ય. માર્જિન એક ટકાથી ઓછા વધવાનું અનુમાન.

આજે ઇન્ડસઇન્ડ બેન્ક પણ રજૂ કરશે પરિણામ. બીજા ત્રિમાસીકમાં પોણા ચાર ટકા ઘટી શકે છે નફો. પરંતુ વ્યાજ આવક 5 ટકા વધવાનું અનુમાન. પરિણામ સાથે નવા સુકાનીની જાહેરાત. રિટેલ હેડ સુમંત કઠપાલિયા લઇ શકે છે રમેશ સોબતીની જગ્યા. GM બ્રિવરીઝના પરિણામ પર પણ રહેશે નજર.

TRAI ની પૉલિસીથી રિલાયન્સ જિયો IUC ચાર્જ લગાવવા પર મજબૂર. પરંતુ ગ્રાહક પર નહીં પડે ભાર. 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જની સામે ગ્રાહકોને મળશે વધારાનો ડૅટા.

RBIથી ન મળી ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ અને લક્ષ્મીવિલાસ બેન્કના મર્જરની મંજૂરી. એપ્રિલમાં થઇ હતી મર્જરની જાહેરાત. ત્યાંજ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ 14 ઓક્ટોબરે કરશે શૅર બાયબૅક પર વિચાર.

સિમેન્ટ કારોબારના ડિમર્જર બાદ સેન્ચુરી ટેક્સ્ટાઇલના પણ એફએન્ડઓ કૉન્ટ્રેક્ટ આજે થશે એક્સપાયર. કાલથી રજૂ થશે નવા કૉન્ટ્રેક્ટ. કંપનીના 8 શૅર્સને બદલે મળશે અલ્ટ્રાટેકનો 1 શૅર.