બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાની મજબૂત શરૂઆત. એસજીએક્સ નિફ્ટીમાં પણ મામૂલી તેજી. ટ્રેડ ડીલ પર પૉઝિટીવ ખબરોથી કાલે મજબૂત બંધ થયા અમેરિકી બજાર. ટ્રમ્પે કહ્યું ચીન સાથે સારી ચાલી રહી છે વાર્તા. આજે થશે ચીન ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત.

ટીસીએસના પરિણામ દરેક રીતે ખરાબ. નફો અને આવક અનુમાનથી ઓછા. 9 મહિનાના નીચલા સ્તર પર રહ્યાં માર્જિન.

ઇન્ફોસિસના પરિણામ આજે. ડૉલર રેવન્યૂમાં પોણા 3 ટકા તો નફામાં આશરે સાડા 5 ટકાનો ઉછાળો શક્ય. 21 થી 23 ટકા વચ્ચે નાણાકીય વર્ષ 20 માર્જિન ગાઇડન્સ યથાવત રહેવાનું અનુમાન.

આઈયુસી હટાવવાને લઇને ટ્રાઇના ઢીલા વર્તન પર એક્સપર્ટ્સે ઉઠાવ્યા સવાલ. મજબૂરીમાં રિલાયન્સ જિયો ગ્રાહકોથી લેશે 6 પૈસા પ્રતિ મિનીટ ચાર્જ. પરંતુ ફ્રી ડૅટા આપી કંપની કરશે ગ્રાહકોની ચૂંકવણી.

રેનબેક્સી અને ફોર્ટિસના પૂર્વ પ્રોમોટર શિવિંદર અને મલવિન્દર સિંહની દિલ્હી પોલિસ દ્વારા ધરપકડ. 740 કરોડ રૂપિયાની કરી હેરાફેરી. રેલિગેરના પૂર્વ ચેરમેન સુનિલ ગોદવાની પણ પકડાયા.

આજે આવશે ઓગસ્ટ આઈઆઈપી ગ્રોથના આંકડા, ઘટી શકે છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની ગતિ. જુલાઈના 4.3 ટકા સામે ઓગસ્ટમાં 1.36 ટકા આઈઆઈપી ગ્રોથ શક્ય.

અને આજે બે દિવસની ભારત યાત્રા પર આવી રહ્યાં છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. ચેન્નઈ પાસે મમલ્લાપુરમમાં થશે પીએમ મોદી સાથે મુલાકાત. આતંકવાદ સહિત કેટલાક મહત્વના મુદ્દા પર થશે વાત. સ્વાગતની જોરદાર તૈયારીઓ.