બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 08:24  |  સ્ત્રોત : CNBC-Bajar

પૂર્ણ બહુમત સાથે મહારાષ્ટ્રમાં ફરી ફડણવીસની જીત શક્ય. NEWS18-IPSOS ના એક્ઝિટ પોલમાં BJP-શિવસેનાને 243 સીટ મળવાની આશા. કોંગ્રેસ-NCPની થઇ શકે છે ખરાબ હાર.

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સર્જી શકે છે ઇતિહાસ. ન્યૂઝ18-IPSOS એક્ઝિટ પોલમાં મોટી બહુમત સાથે ફરી સરકાર બનાવવાનું અનુમાન. વિપક્ષના સૂપડા સાફ.

એશિયામાં KOSPI એક ટકા ઉપર.. પરંતુ જાપાનના બજાર આજે ફરી બંધ.. SGX નિફ્ટી પર આશરે અડધા ટકાનું દબાણ.. ટ્રેડ ડીલ પર પૉઝિટીવ ખબરોથી કાલે મજબૂત બંધ થયા હતા US માર્કેટ.

બીજા ત્રિમાસીકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જોરદાર પ્રદર્શન. 11,262 કરોડ રૂપિયાના રેકોર્ડ નફા સાથે GRM 4 ત્રિમાસીકમાં સૌથી વધુ. જિયો અને રિટેલનું પણ સારૂ પ્રદર્શન. નોમુરાએ લક્ષ્યાંક 1575 થી વધારી 1785 રૂપિયા કર્યો.

બીજા ક્વાટરમાં અનુમાનથી વધુ 26 ટકા વધ્યો HDFC બેન્કનો નફો. NPAમાં થયો ઘટાડો. પરંતુ પ્રોવિઝનીંગમાં મામૂલી વધારો. શૅર પર જેપી મોર્ગનનું લક્ષ્યાંક 1700 રૂપિયા યથાવત. પરંતુ ગોલ્ડમેન સેક્સે લક્ષ્યાંક વધારી 1542 રૂપિયા કર્યો.

વિવાદમાં IT દિગ્ગજ ઇન્ફોસિસ. કંપની પર નફો, રેવન્યૂ વધારવા માટે અનૈતિક પગલા લેવાનો આરોપ. whistleBlowerએ ઇન્ફોસિસ બોર્ડ અને SECને લખ્યો પત્ર. ઇન્ફોસિસનો ADR 12 ટકાથી વધુ તુટ્યો.

નિફ્ટીની 5 દિગ્ગજ કંપનીઓના પરિણામ આજે. એક્સિસ, કોટક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને એશિયન પેન્ટ્સના પરિણામ પર રહેશે ફોકસ.

BPCL, SCI અને CONCOR સહિત 5 કંપનીઓમાં હિસ્સો વેચવા નાણાં મંત્રાલયે જાહેર કર્યો કેબિનેટ ડ્રાફ્ટ નોટ, આ અઠવાડિયે કેબિનેટની બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય, CNBC બજાર એક્સક્લુઝીવ.

રિલાયન્સ જિયોનો ટ્રિપલ દિવાળી ધમાકા, કંપનીએ બજારમાં ઉતાર્યા 3 નવા પ્લાન, રોજ મળશે 2 GB ડેટા.