બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 07:59  |  સ્ત્રોત : CNBC-Bajar

કાલે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ સાઇન થવા પહેલા USએ લીધુ મોટુ પગલુ. ચીનને કરન્સી manipulatorના લિસ્ટથી બાહર કર્યું. 1 ઓગસ્ટની ઊંચાઇ પર યુઆન. રૂપિયા પર આજે દેખાશે અસર.


ચીનથી કરન્સી manipulatorનું TAG દૂર થવાથી ગ્લૉબલ બજારોમાં ચમક. નવી ઊંચાઇ પર પહોંચ્યા S&P 500 અને નાસ્ડેક. એશિયામાં પણ તેજી. એસજીએક્સ નિફ્ટીમાં પા ટકાની મજબૂતી.


બજેટમાં રાહત મળવાની આશામાં આજે એક્શનમાં દેખાશે કેમિકલ અને ઇલેક્ટ્રૉનિક શૅર્સ. સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે કાચા માલ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં કાપ, તો તૈયાર માલ પર ડ્યૂટી વધારવા પર આવી શકે છે નિર્ણય. સીએનબીસી-બજાર એક્સક્લૂસિવ.


બજેટમાં સ્થાનિક ફાર્મા સેક્ટરને મળી શકે છે મોટી રાહત. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ટેક્સ છૂટની મર્યાદા 200 ટકા થવાની શક્યતા.


વિપ્રો આજે જાહેર કરશે ત્રિમાસીક પરિણામ. ડૉલર આવક સવા 2 ટકા વધવાનું અનુમાન. BFSIને લઇને કમેન્ટ્રી પર રહેશે નજર. ઇન્ડસઇન્ડ બેન્કના પણ પરિણામ આજે. વ્યાજ આવકમાં 5 ટકાનો ઉછાળો શક્ય. પ્રોવિઝનિંગ અને NPA માં વધારાના સંકેત.


મોંઘવારીએ બગાડ્યું કિચનનું બજેટ. ડિસેમ્બરમાં 7.35 ટકા સાથે સીપીઆઈ સાડા 5 વર્ષમાં સૌથી વધુ. ખાણી પીણીના સામાની કિંમતો પણ વધુ.


અને દેશની ટોપ 500 કંપનીઓને સેબીથી મોટી રાહત. સેબીએ ચેરમેન અને એમડીનો રોલ અલગ કરવા માટે 2 વર્ષનો વધુ સમય આપ્યો.