બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 08:05  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મીડિયા કારોબારમાં કર્યુ મોટુ રિસ્ટ્રક્ચરિંગ, TV18 બ્રોડકાસ્ટ, ડેન, હેથવેનું નેટવર્ક18માં થશે મર્જર. કેબલ, ISP કારોબારને નેટવર્ક18ની સબ્સિડિયરમાં મુકવામાં આવ્યા. મર્જર બાદ દેશની સૌથી મોટી મીડિયા કંપની બનશે નેટવર્ક18.


શૅર સ્વેપ દ્વારા થશે નેટવર્ક18ની ડીલ. TV18ના 100 શૅર્સની સામે કંપનીના 92 શૅર્સ મળશે. હેથવે કેબલ અને ડેન નેટવર્કના શૅરધારકોને પણ સામે મળશે નેટવર્ક18ના શૅર્સ. મર્જર માટે 1 ફેબ્રુઆરી 2020 તારીખ નક્કી.


એશિયાની નબળી શરૂઆત. નિક્કેઇ એક ટકા નીચે. એસજીએક્સ નિફ્ટીમાં પણ પા ટકાનું દબાણ. ગઇકાલે પ્રેસિડન્ટ ડે નિમિતે બંધ હતા US માર્કેટ.


ટેલીકૉમ કંપનીઓ વિરુદ્ધ દૂરસંચાર વિભાગનું કડક વલણ. AGRની આંશિક ચુકવણી બાદ પણ બેન્ક ગેરેન્ટી જપ્ત કરવાની તૈયારી. DoT આજે લઇ શકે છે નિર્ણય. કાલે ભારતી એરટેલે 10 હજાર કરોડ, વોડાફોન આઇડિયાએ અઢી હજાર કરોડ, તો ટાટા ટેલીએ ચુકવ્યા હતા 2200 કરોડ રૂપિયા.


એસબીઆઈ કાર્ડના આઈપીઓને સેબી દ્વારા મળી મંજૂરી. માર્ચના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે 6 હજાર કરોડ રૂપિયાથી વધુનો IPO. નેટવર્ક 18ની ખબર પર લાગી મહોર.


GMR એનર્જીની સબ્સિડિયરીનું અધિગ્રહણ કરશે JSW એનર્જી. GMR કમલાંગા એનર્જીમાં 100 ટકા હિસ્સેદારી માટે 5 હજાર 321 કરોડ રૂપિયામાં થઇ ડિલ.


અને, કોરોના વાયરસ પર સરકાર સતર્ક. ઇન્ડસ્ટ્રી સાથે આજે નાણાં મંત્રી નિર્મળા સિતારમણ કરશે બેઠક. ઉદ્યોગ અને વેપાર પર વાયરસની અસર પર થશે ચર્ચા. વાયરસ સંકટથી ભારતમાં દવાઓ થઇ મોંઘી. Paracetamolના ભાવ 40 ટકા વધ્યા.