બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકામાં પ્રદર્શન વધવાથી ડાઓ ફ્યૂચર્સ પર લગભગ 100 પોઇન્ટનો દબાણ. જો કે ગઇકાલે તેજી સાથે બંધ થચા હતા US માર્કેટ. એશિયાની મજબૂત શરૂઆત. SGX નિફ્ટીમાં ફલેટ કારોબાર.

જોરદાર વરસાદ સાથે કેરળમાં ચોમાસાનું આગમન. દેશમાં મોનસૂન સામાન્ય રહેવાનો અનુમાન. પરંતુ નિસર્ગ ચક્રવાતથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રેડ એલર્ટ.

મૂડીઝે ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને BAA-3 કર્યું. ભારત પર નેગેટિવ આઉટલુક યથાવત્. મૂડીઝના પ્રમાણે આ ડાઉનગ્રેડ કોરોના વાયરસ મહામારીના કારણે કર્યું, તેની અસરના કારણે નહીં.

દેશના સૌથી મોટા રાઇટ્સ ઇશ્યુને બંપર રિસ્પોન્સ. રિલાયન્સનો રાઇટ્સ ઇશ્યૂ બે દિવસ પહેલા જ ઓવર સબસક્રાઇબ, 53 000 કરોડથી વધુની બોલીઓ.

ગૃહમંત્રી અમિત શાહે નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુઝીવ ઇન્ટરવ્યુમાં કહ્યું સ્વદેશી અપનાવવાથી ભારત બનશે આત્મનિર્ભર. દરેક ભારતીયથી સ્વદેશી અપનાવવાની અપીલ.

કોટક બેન્કમાં આજે ભાગીદારી વેચશે પ્રમોટોર ઉદય કોટક. 5.6 કરોડ શેર્સની થશે બ્લોક ડીલ. RBIના નિયમોને પૂરા કરવા માટે 26 ટકા સુધી ઘટાડવાની છે પ્રમોટરની ભાગીદારી.

મેમાં HERO MOTOCORRP અને TVS MOTORના કુલ વેચાણમાં 80 ટકાથી વધુનો ઘટાડો. EICHER MOTORSએ લગભગ 70 ટકા ઓછી વેચી ROYAL ENFIELD. મેમાં ASHOK LEYLANDના કુલ વેચાણમાં પણ 89 ટકાનો ઘટાડો.

MSMEમાં 50 હજાર કરોડના ઇકવિટી રોકાણની મંજૂરી. કેબિનેટથી એગ્રી માર્કેટિંગ. MSMSE સુધારાને લીલી ઝંડી. 14 ખરીફ પાકોનો MSPમાં વધારો.

બ્રિટાનીયાના પરિણામ આજે. નફો 12 ટકા વધવાનો અનુમાન. સ્થાનિક વોલ્યુમ ગ્રોથ માઇનસ 7%થી પ્લસ 5%ની વચ્ચે રહેવાનો અનુમાન. બજારની ઇન્ડિગો અને મધરસન સુમીના પરિણામો પર પણ રહેશે નજર. ₹496 કરોડના નફાની સામે લગભગ ₹830 Crની ખોટમાં આવી શકે છે ઇન્ડિગો.

અનલોક વન વચ્ચે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખ 90 હજારને પાર. 24 કલાકમાં 8000થી વધુ નવા કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં 68,000ની નજીક કેસ.