બજાર » સમાચાર » બજાર

આજે બજારમાં કેવી ગતિવિઘિ રહી શકે છે

ના રોજ પ્રકાશિત Wed, 03, 2020 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇમાં 129 વર્ષ બાદ તોફાનનો ખતરો. આજે બપોરે મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે મહાતોફાન નિસર્ગ. મહારાષ્ટ્ર, ગુજરાત અને દમણના દરિયા કિનારાના વિસ્તારો માટે રેડ એલર્ટ. મુંબઇમાં ધારા 144 લાગૂ, NDRF સાથે સેના પણ તૈયાર.

અર્થતંત્ર ખુલવાથી અમેરિકાના બજારોમાં દેખાઇ તેજી. ગઇકાલે ડાઓમાં લગભગ 270 પોઇન્ટનો ઉછાળો. એશિયામાં નિક્કેઇ 2 ટકા ઉપર. એક ટકાની તેજી સાથે SGX નિફ્ટી 10 હજારને પાર.

દેશના સૌથી મોટા રાઇટ ઇશ્યૂનો આજે અંતિમ દિવસ. રિલાયન્સનો ઇશ્યૂ અત્યાર સુધી 1.3 ગણા થયો ઓવર સબ્સક્રાઇબ. માહિતી મૂજબ આજે પણ સારી ડિમાન્ડ  શક્ય. ASBA રૂટ દ્રારા લગભગ 99% આવી બિડ.

અદાણી પાવરની બોર્ડ બેઠક આજે. કંપનીના ડિલિસ્ટિંગ પર નિર્ણય શક્ય. CNBC બજારે પહેલા આપ્યા હતા સમાચાર.

કોરોનાની કારોબાર પર દેખાઇ અસર. HULએ કહ્યું આઇશક્રીમ, ફૂડ સોલ્યુશન, હેયર, સ્કીન કેર જેવા પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી. આગળ નફા પર દેખાઇ શકે છે દબાણ.

જંતુનાશકોના પ્રતિબંધના નિર્ણય પર કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયે કર્યો વિરોધ. કહ્યું-પ્રતિબંધથી જંતુનાશક ઇન્ડસ્ટ્રી પર પડશે અસર. ક્રૃષિ મંત્રાલયે આ જંતુનાશકોના ઇમ્પોર્ટ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો આપ્યો હતો પ્રસ્તાવ.

બ્રિટાનીયાના પરિણામ અનુમાન મુજબ. ટેક્સ ખર્ચ ઘટવાથી નફામાં દેખાઇ શકે છે 26  ટકાનો ઉછાળો. આવનાર ત્રિમાસીકમાં કંપનીએ પ્રદર્શન સુધરવાની આશા વ્યક્ત કરી. ચોથા ત્રિમાસીકમાં ઇન્ડિગોને 879 કરોડની ખોટ. લિસ્ટીંગ બાદ સૌથી ખરાબ રેવન્યૂ ગ્રોથ.

આજે આવશે AURO PHARMAના પરિણામ, નફામાં 16 ટકાનો ઉછાળો શક્ય. BPCLના પણ પરિણામ આજે. નફાથી 625 કરોડની ખોટમાં આવી શકે છે કંપની. GRM પણ નેગેટિવ રહેવાનો અનુમાન.

કેબિનેટની આજે મહત્તવની બેઠક. આત્મનિર્ભર ભારત પેકેજના કેટલાક પ્રસ્તાવો અને રોકાણ વધારવાના પગલાઓને મળી શકે છે મંજૂરી... એસેંશિયલ કોમોડિટીઝ એક્ટમાં ફેરફારને પણ મળી શકે છે લીલી ઝંડી.

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2 લાખની નજીક. 24 કલાકમાં વધ્યા આઠ હજારથી વધુ કેસ. મહારાષ્ટ્રમાં 70,000 અને દિલ્હીમાં 20,000 કેસ.