બજાર » સમાચાર » બજાર

હવાવેના સીએફઓની કેનેડાથી ઘરપકડ

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 18:29  |  સ્ત્રોત : CNBC-Bajar

તો કેનેડાથી ચાઇનિઝ ટેલિકોમ દિગ્ગજ કંપની હવાવેના સીએફઓ મેંગ વાન્ઝાવની ધરપકડ કરવામાં આવી છે. બની શકે કે તેમનું અમેરિકામાં પ્રત્યર્પણ થઇ શકે છે. અમેરિકાની તપાસ એજન્સી હુવાવેની તપાસ 2016થી કરી રહી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે કંપનીએ ઇરાન પર લગાવેલા પ્રતિબંધો વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.


હુવાવેએ જવાબ આપતા કહ્યું કે કંપનીને હજૂ સુધી આ ધરપકડ અને આરોપ મામલે બધી જાણકારી નથી આપવામાં આવી અને કંપનીને હજૂ સુધી સીએફઓ તરફથી કોઇ પણ ખોટા કાર્યની જાણ નથી. મેંગ હુવાવેના ફાઉન્ડરની દિકરી છે. હવે જોવાનું રહ્યું કે ચીન આ પગલાને કઇ રીતે જવાબ આપે છે. એ પણ જોવાનું કે ચીન અને અમેરિકા વચ્ચે કારોબારને લઇને સહમતિ પર આ ધરપકડની અસર થશે કે નહીં.