બજાર » સમાચાર » બજાર

હૈદરાબાદ રેપના નરાધમોને સજા મળી

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 15:53  |  સ્ત્રોત : CNBC-Bajar

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિના વેટરની ડોક્ટરના ગેંગેરપ મામલે હત્યા બાદ તેનું શબ સળગાવવા મામલે તમામ ચાર આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારી દેવામાં આવ્યા છે.


સૂત્રોનું માનીએ તો રિમાન્ડ દરમિયાન પોલીસ ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે તમામ આરોપીઓને ગુરુવારે મોડી રાત્રે ઘટનાસ્થળ પર લઈ ગઈ હતી. પોલીસે આખી ઘટનાને આરોપિઓની નજરથી સમજવા ઈચ્છતી હતી.


કહેવાય છે કે આ દરમિયાન ચારોએ પોલીસના સકંજામાંથી ભાગવાની કોશિશ કરી હતી. ત્યારે જ પોલીસે તેમના પર ગોળી ચલાવી હતી. આ ઘટનાને લઈને હૈદરાબાદ પોલીસના વખાણ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ઘટનાસ્થળ પર ભેગા થયેલા લોકોએ પોલીસ પર ફૂલ વરસાવ્યા હતા.


રિપોર્ટ મુજબ આ એન્કાઉન્ટર બેંગાલૂરૂ હૈદરાબાદ નેશનલ હાઈવે 44 પર 3.30 વાગ્યે થયું હતું. જ્યાં મહિલા ડોક્ટરને સળગાવવામાં આવી હતી.


હૈદરાબાદ એનકાઉન્ટરની સમાચાર બાદ દેશભરમાં મહિલાઓ સમર્થન આપી રહી છે. હૈદરાબાદમાં જે જગ્યાએ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે ત્યાં પહોંચેલા લોકોએ પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને પોલીસકર્મીઓ પર ફૂલ વર્ષા કરી હતી.


ગેંગરેપના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા બાદ મહિલાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મહિલાઓએ મિઠાઈ વહેંચી અને પોલીસવાળાને પણ સમર્થન આપ્યું. પીડિતાના પાડોશમાં રહેતી મહિલાઓએ તો પોલીસવાળાને રાખડી પણ બાંધી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ હૈદરાબાદ એન્કાઉન્ટર પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગેંગરેપના આરોપીને પોલીસના કબ્જામાંથી ભાગતી વખતે મારવામાં આવ્યા જોકે તેમણે સાથે જ એન્કાઉન્ટરની પણ વાત કરી હતી.


હૈદરાબાદની આ પીડિતાના પરિવારે પણ પ્રતિક્રિયા આપી હતી. પીડિતા પિતા અને પીડિતાના બહેને જણાવ્યું હતું કે આનાથી તેમને ન્યાય તો નથી મળ્યો પરંતુ તેમને શાંતી મળી છે. સાથે જ આ ઘટનાથી આવુ કૃત્ય આચરનારાઓમાં જરૂરથી ભય ઊભો થશે.


2012માં નિર્ભયા કેસના આરોપીઓને હજુ ફાંસી મળી નથી અને તેની રજુઆત તેમના માતા-પિતા દ્વારા ઘણી જગ્યાએ કરવામાં આવી છે. એવા સમયે હૈદરાબાદની ઘટના અંગે તેમણે જણાવ્યું કે ભલે મને ન્યાય નથી મળ્યો પરંતુ હૈદરાબાદની દીકરીને ન્યાય મળ્યો તે વાતનો આનંદ છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બળાત્કારીઓ પર કડક વલણ અપનાવતા જણાવ્યું કે બળાત્કાર કરનારા જેમના પર POCSO કાયદા હેઠળ કેસ ચાલી રહ્યો છે તેઓને દયા અરજી કરવા દેવામાં ન આવવી જોઇએ..આ સાથે જ ગૃહ મંત્રાલયે પણ નિર્ભયા કેસમાં બળાત્કારીઓની દયા અરજી રદ કરી છે.