બજાર » સમાચાર » બજાર

સદનમાં હૈદરાબાદ રેપ મામલે ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 16:19  |  સ્ત્રોત : CNBC-Bajar

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે સામુહિક બળત્કાર મામલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. દેશના અનેક શહેરોમાં ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપિયોને ફાંસીની માંગને લઇને પ્રદર્શન કર્યું છે. તો હૈદરાબાદ સામુહિક બળત્કાર મામલો સંસદના બન્ને સદનમાં ગુજ્યો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે દોષિઓને કડકમાં કડક સરકાર નવા કાયદા બનાવવા જઇ રહી છે. તો સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું કે આવા નરાઘમોને બીજા દેશોની જેમ જનતાને હવાલે કરી દેવા જોઇએ. અને જનતાને જ તેનો નિર્ણય કરવા દેવો જોઇએ.