બજાર » સમાચાર » બજાર

હ્યુદઇની એસયુવી વેન્યૂ લૉન્ચ

ના રોજ પ્રકાશિત Tue, 21, 2019 પર 18:44  |  સ્ત્રોત : CNBC-Bajar

હ્યુદઇએ પોતાની કોમપેક્ટ એસયુવી વેન્યૂની કિંમતનો ખુલાસો કરી દીધો છે. કંપનીએ કારની શરૂઆતી કિંમત સાડા છ લાખ નક્કી કરી છે. જ્યારે કે તેની મહત્તમ કિંમત 11 લાખ 10 હજાર રૂપિયા રાખવામાં આવી છે. વેન્યૂમાં ત્રણ એન્જિન ઓપ્શન. 1.2 લીટર કપ્પા પેટ્રોલ, 1 લીટર ટ્રર્બો પેટ્રોલ અને 1.4 લીટર ડીઝલના આપવામાં આવ્યા છે.


વેન્ડૂ હ્યુદઇની પહેલી એવી પ્રોડક્ટ છે જે 7 સ્પીડ ડ્યુઅલ ક્લચની સુવિધાથી સજ્જ છે. કંપની આને કનેક્ટેડ એસયુવી કહી રહી છે. કારણ કે આમાં 8.4 ઇંચ ટચ સ્ક્રીન સાથે બ્લૂ લિંક ટેક્નોલોજીની સુવિધા આપવામાં આવી છે. આ કારને તમે એપ દ્વારા દૂરથી ઓન ઓફ કરી શકો છો. હ્યુદઇ વેન્યૂની સીધી ટક્કર મારૂતિ બ્રેઝા, મહિન્દ્રા XUV થ્રી ઓ ઓ, ટાટા નેક્સોન, ફોર્ડ એકોસ્પોટ સાથે છે.