બજાર » સમાચાર » બજાર

લૉકડાઉન ના હોત તો 15 એપ્રિલ સુધી કોરોના દર્દીઓની સંખ્યા 8.20 લાખ સુધી હોત: સરકાર

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 19:07  |  સ્ત્રોત : CNBC-Bajar

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીઓ કેટલાક વિદેશી પત્રકારોની સાથે વાત કરતા કહ્યુ કે સરકારી અનુમાનના મુજબ જો લૉકડાઉન ના કર્યુ હોત તો 15 એપ્રિલ સુધી કોરોના દર્દીઓની સંખ્યા 8 લાખ 20 હજાર સુધી પહોંચી જાત. લૉકડાઉન ના લીધેથી જ 80 ટકા દર્દીઓ ફક્ત 78 જિલ્લા સુધી સીમિત છે. દેશમાં હાલ કોરોનાની 520 વિશેષ હોસ્પિટલ છે. દેશમાં હાલ 85000 આઈસોલેશન બેડ્સ છે. આ સમય દેશમાં 8500 ICU બેડ્સ છે. કોરોનાથી લડવા માટે 5570 અતિરિક્ત હેલ્થ યૂનિટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જલ્દી આ 5570 અતિરિક્ત હેલ્થ યૂનિટ્સથી 197400 આઈસોલેશન બેડ્ઝ, 36700 ICU બેડ્સ ઉપલબ્ધ થઈ જશે. દેશમાં 2500 રેલ્વે કોચના દ્વારા 40000 આઈસોલેશન બેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 32 ભારતીય કંપનીઓ PPE કિટ તૈયાર કરવા લાગી છે.

આ વચ્ચે કોરોનાના વધતા કેસોના ચાલતા પંજાબ સરકારે લૉકડાઉન 1 મે સુધી વધારી દીધુ છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની તરફથી રજુ કરેલા આંકડાઓના મુજબ દેશમાં છેલ્લા 24 કલાકોમાં કોરોનાથી 24 લોકોની મૃત્યુ થઈ છે અને 896 નવા કેસ સામે આવ્યા છે. આ કોરોનાના કેસમાં અત્યાર સુધી એક દિવસમાં સૌથી મોટો વધારો છે. ભારત કોરોનાના કુલ કેસ 6761 થઈ ગયા છે જેમાંથી 6039 કેસનો સમાવેશ છે. આ સંક્રમણથી દેશમાં અત્યાર સુધી 516 લોકો સ્વસ્થ પણ થઈ ચુક્યા છે જ્યારે 206 લોકોની મૃત્યુ થઈ ગઈ છે.