બજાર » સમાચાર » બજાર

Coronavirus ના લીધેથી મંદીની લપેટમાં આવી ગઈ છે દુનિયા: IMF

ના રોજ પ્રકાશિત Sat, 28, 2020 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ શુક્રવારના કહ્યુ કે કોરોના વાયરસની મહામારીની દુનિયા પર વઘારે ખરાબ અસર પડી છે અને ચોખ્ખુ જોવામાં આવી રહ્યુ છે કે દુનિયા આર્થિક મંદીની લપેટમાં આવી ગઈ છે. જો કે IMF એ આવતા વર્ષે સુધારાનાનું અનુમાન જતાવ્યુ.

IMF ના પ્રબંધ નિર્દેશક ક્રિસ્ટલીના જૉર્જીવા એ કહ્યુ અમે 2020 અને 2021 માટે વૃદ્ધીની સંભાવનાઓનું ફરીથી મુલ્યાંકન કર્યુ છે. હવે એ સ્પષ્ટ છે કે આપણે મંદીની લપેટમાં છે. જે 2009 એટલે કે તેનાથી પણ ખરાબ હશે. અમને 2021 માં સુધારાની ઉમ્મીદ છે.

કુલ 189 સભ્યો વાળા IMF ને કોવિડ-19 ના પડકારની ચર્ચા કરી. જૉર્જીવાએ કહ્યુ કે 2021 માં સુધારાની ગુંજાઈશ ત્યારે થશે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય દરેક જગ્યાએ આ વાયરસ કાબૂ પામવામાં સફળ થશે અને રોકડની સમસ્યાથી કંપનીઓના દિવાળા ન થાય.

દુનિયાભરમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. તેની શરૂઆત ભલે ચીન થી થઈ હતી પરંતુ હવે તેનાથી સંપૂર્ણ દેશ પ્રભાવિત ઈટલી અને અમેરીકા છે. શુક્રવારના અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 લાખ થી વધારે થઈ ગઈ. જ્યારે ચીનનું જે શહેર- વુહાન થી તેની શરૂઆત થઈ હતી, તેને 2 મહિનાના લૉકડાઉન પછી ખોલી દેવામાં આવ્યુ છે. વુહાન ઑટો પાર્ટસ મૈન્યુફેક્ચરિંગનું હબ હતુ.